fbpx
ગુજરાત

ભીનું સંકેલવા ખાણ ખનીજની ટીમનો સેવાલિયામાં રાતવાસો માઇન્સનું પંચનામું કરવા ભૂસ્તર વિભાગની ટીમો રાત્રીના અંધકારમાં પહોંચી હતી

ખેડા જિલ્લાના છેવાડે આવેલ લોકમાતા મહીસાગર નદીમાં ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ જોખમી રીતે ચાલતી માઈન્સોનો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે બાદ આ માઇન્સોને કારણે અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલ રેલવે અને નેશનલ હાઈવેના બ્રિજ સહિત આસપાસના મકાનોને નુકસાન થઈ રહ્યા છે. જેવી વિગતો પ્રકાશમાં આવી હતી. જે બાદ સફાળી ઉંઘમાંથી જાગી ગયેલા ખાણ ખનીજ વિભાગની ટીમ બુધવારે રાત્રે સમગ્ર મામલામાં ભીનું સંકેલી લેવાના ઇરાદે સ્થળ નીરીક્ષણ માટે પહોંચી હતી. મહીસાગર નદીમાં ચાલતી ગેરકાયદસર માઇન્સનું પંચનામું કરી ભીનું સંકેલવા ખાણ ખનીજના અધિકરીઓ જાણી જોઈને રાત્રીના અંધકારમાં પહોંચ્યા હતા.

પરંતુ પત્રકારોની હાજરી થી ખાણ ખનીજ વિભાગને રાતવાસો કરવો પડ્યો. સેવાલીયા મહીસાગર નદીમાં સવારે ખાણ ખનીજની ટીમ દ્વારા માઇન્સની માપણી કરવામાં આવી, પરંતુ તેમના પોતાના ભૂમાફિયાઓને અગાઉ થી જણાવી દેતા માઇન્સની મશીનરી અને ડમ્પરો સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા પંચનામુ કરવામાં આવ્યું, પરંતુ રાજકીય અને વિભાગના મળતિયા ઓને કેટલો દંડ થાય છે અને શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. તપાસ થશે કે પછી ભીનું સંકેલી દેવામાં આવશે તે સમય બતાવશે. વિસ્ફોટકો ક્યાંથી આવે છે, તેની પણ તપાસ જરૂરી બે બ્રિજની પાસે આવેલી આ માઇન્સમાંથી રબલ કાઢવા માટે માઇન્સ માફીયાઓ દ્વારા બ્લાસ્ટિંગ કરવા માટે કંઈ એજન્સી એ વિસ્ફોટ આપ્યું છે તેની પણ તપાસ થવી જોઈએ. નહિતર આ રીતે સરળતાથી આવો વિસ્ફોટક મળશે તો કોઈ પણ જગ્યાએ મોટી હોનારત થઈ શકે છે. ખાણ ખનીજ વિભાગે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું મીડિયાના અહેવાલ બાદ દોડતા થઈ ગયેલા ભુસ્તર વિભાગ પાસે મીડિયાના ધારદાર પ્રશ્નોના જવાબો ન હોઈ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. વિભાગના અધિકારી મેહુલ દવે તેમજ સ્થળ પર પંચક્યાસ કરવા પહોંચેલા ઇન્સ્પેક્ટર કલ્પેશ વ્યાસ સહિતના અધિકારીઓ ને ફોન પર સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

Follow Me:

Related Posts