ભીલા ગામના આહીર અગ્રણી અજણભાઇ વાસુરભાઇ ડેરનુ અવસાન થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ
બાબરા તાલુકાના ભીલા ગામના અડીખમ આહીર અને સમગ્ર પંથકના અડધી રાતના હોંકારા સમાન સ્વ. વાસુરબાપુ ડેર પરીવાર માંથી તેમના પુત્ર અરજણભાઇ ડેર નુ તા : 9 – 5 – 2021 ના રોજ અવસાન થતાં સમગ્ર પંથકમાં શોક નો માહોલ છવાઇ ગયો છે
સ્વ. વાસુરબાપુ ડેર નુ ખોરડુ હંમેશાં માટે ઉજળો આવકારો અને આહીરાત ના આશરા ધર્મ માટે પંથકમા પ્રખ્યાત છે રોટલે મોટુ અને કાયમ મહેમાનો ની વણથંભી વણઝાર હંમેશા તેમની ડેલીએ હોય છે તેમના પરિવાર ના અરજણભાઇ નુ અવસાન થતા આહીર સમાજમાં શોક નુ મોજુ ફરી વળ્યું છે
Recent Comments