fbpx
ગુજરાત

ભીષણ આગમાં ૧૨૫થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા


સુરતની કડોદરા ય્ૈંડ્ઢઝ્રમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડને કોલ મળતાંની સાથે જ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટના સ્થળે અધિકારીઓ અને ફાયરના જવાનો પહોંચી ગયાં હતાં. તેમણે આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ૧૦થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાંચ માળની બિલ્ડિંગમાં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી હતી અને સાડા ત્રણ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી છેસુરતમાં કડોદરા ય્ૈંડ્ઢઝ્રમાં રિવા પ્રોસેસ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં બે કામદારના મોત નીપજ્યાં છે. આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ કરી મુકી હતી. આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને સવારે ૪.૩૦ વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી ગયાં હતાં. ૧૦૮ ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ઘટનાના વાવડ વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. બીએચ માખ્ખીજાની (ઇન્ચાર્જ ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે કડોદરા રિવા પ્રોસેસમાં આગમાં ૨૫૦-૩૦૦ જણા ફસાઈ ગયા હોવાની વાત બાદ સુરતની ૨૫થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી. જેને લઈ ૫ ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભય નો માહોલ ઉભો થયો હતો અને ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક ધાબા પર દોડી ગયા હતા. એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી ૧૦૦-૧૨૫ જણાને બચાવી લેવાયા હતા. હાલ આગને કાબુમાં લેવાનું કામ ચાલુ છે. ઘટનાની જાણ બાદ પ્રાંત અધિકરી, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી કમિશનર, એસપી અને ફાયર અધિકારી વીકે પરીખ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, હાલ ફ્લોર વાઇઝ ચેકીંગ કરી કર્મચારીઓનું રેસ્ક્યૂ કરાઈ રહ્યું છે અને બેઝમેન્ટમાં આગ ભડકી ઉઠતા કાબુમાં લેવા કામગીરી ચાલી રહી છે. એસડીએમ કે.જી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગમાં ૧૨૫થી વધુ લોકો હતાં. આગ લાગ્યા બાદ આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી લીધાં છે. એક વ્યક્તિએ જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતાં તેનું મોત નિપજ્યું છે. હાલમાં ૮૦ ટકા આગ કાબુમાં આવી ગઈ છે. તે ઉપરાંત સુરતના મેયર હેમાલી બોગાવાલાએ કહ્યું હતું કે મને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટનાના સમાચાર મળ્યાં હતાં અને તરત ઘટના સ્થળે રવાના થઈ હતી. હાલમાં આગ કાબુમાં છે અને ત્યાં જેટલા લોકો હતાં તે તમામને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યાં છે. સુપર વાઇઝર (ઈસ્ઈ) પાયલોટ અને ૧૦૮ના ડૉક્ટર (ઈસ્‌) ખડે પગે સારવાર આપી તમામને ઝડપી હોસ્પિટલ પહોંચાડવામાં સફળ રહ્યાં હતાં. ૧૦૮ ઈસ્ઈ નિકેશ લિખારએ જણાવ્યું હતું કે લગભગ ૨૦ થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા. ૧૫ જણા ને ૧૦૮માં સુરતની સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. વહેલી સવારથી સુરતની પુણા, વરાછા, ગોદાદરા, લીંબાયત, નવાગામ સહિતની ૧૦૮ અને એમના કર્મચારીઓ દર્દીઓ ને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરીમાં જાેડાયા છે. બે કલાકથી હું પોતે આ કામગીરી ને ઓપરેટ કરી રહ્યો છું, લગભગ એક કર્મચારીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત ૧૦૮ પલસાણા અને કામરેજ લોકેશનની એમ્બ્યુલન્સમાં પણ દર્દીઓ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts