ભુજનાં ખારી ગામમાં એક પરિણીતાએ પ્રેમીને પામવા બળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીયો

બે માસ પૂર્વે મૃત પુત્રી પ્રેમી સાથે અચાનક પિતા સમક્ષ પ્રગટ થઇ મારી ભૂલ થઇ ગઇ મને માફ કરી દ્યા કહી રડવા લાગી મૃત દિકરીને જાેઇને પિતા પણ ચોંકી ઉઠયા અમે જેનો અંતિમ સંસ્કાર કર્યો તે કોણ હતું. તેવો સવાલ કરતાં જવાબ આપ્યા વગર યુવક અને યુવક જાેડે જતી રહી હતી. સ્તભ્ધ થયેલા પિતાએ સમગ્ર ઘટના અંગે ખાવડા પોલીસને જાણ કરી હતી. સનસનીખેજ ભરી ઘટના સામે આવતાં ખાવડા પોલીસની ઉંઘ હરામ થઇ હતી. તાબડતોબ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. જાે કે, પ્રેમી યુગલ પોલીસની પકડ નજીક હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સમગ્ર ઘટના મુજબ મુળ ખાવડા નજીકના ગોડપર ગામના અને હાલ નાડાપા ગામે રહેતા સાકરાભાઇ કરમણભાઇ કેરાસીયા (આહિર)ની પુત્રીના રામીબેનના લગ્ન દસ વર્ષ પહેલા ગોડપર નજીકના ખારી ગામના યુવક સાથે થયા હતા.બન્ને વચ્ચે મનમેળ ન હોવાથી બાદમાં છુટ્ટા છેડા થઇ ગયા હતા. રામીબેનને ખારી ગામના અનીલ ગોપાલ ગાગલ સાથે પ્રેમ સબંધ હતો. પરંતુ અનિલ ગાગલ પરણીત હોવાથી રામીબેનના પિતાએ લગ્ન કરવાની ના કહી હતી. ખારી ગામના કાનજીભાઇ ચાડ સાથે થયા હતા. અને રામીબેન પતિ સાથે રહેતા હતા.
રામીબેનએ પ્રેમીને પામવા તરકટ રચ્યું હતું. લગ્નના એક માસ બાદ અચાનક રમીબેનના સસરા ડેભાભાઇ કરશનભાઇ ચાડએ ફોન કરીને વેવાઇને જાણ કરી હતી કે, તમારી પુત્રી રામીબેને સળગીને આપઘાત કરી લીધો છે. સકરાભાઇ અને તેમના સબંધીઓ ખારી ગામે પહોંચ્યા હતા. જ્યાં ગામના સીમાડામાં એક વાડામાં લાકડાની ભારી સળગી રહી હતી. તેની પાસે રામીબેનના ચંપલ અને મોબાઇલ ફોન પડયો હતો. રામીબેનના પરિવારજનોએ હાડકા અને રાખ લઇ અને સમાજના સ્મશાનમાં વિધિવત અંતિમ સંસ્કાર કર્યા હતા. દસ દિવસ અગાઉ અચાનક મૃત પામેલી પુત્રી અને તેનો પ્રેમી મળવા આવી હતી અને કહ્યું હતું પપ્પા હું જીવું છું મને માફ કરી દ્યો અચનક મૃત પામેલી પુત્રીને જાેઇ સકરાભાઇ ચોંકી ઉઠયા હતા. અને કહ્યું હતું કે, અમે જેના અગ્નીસંસ્કાર કર્યા હતા. તે કોણ હતું ત્યારે રામીબેને કહ્યુ મને ખબર નથી ત્યારે સકરાભાઇએ પોલીસ સ્ટેશને હાજર થઇ જવાનું કહેતાં દિકરી અને તેનો પ્રેમી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં સકારભાઇએ સબંધીઓ સાથે મળીને ખાવડા પોલીસ મથકે જાણ કરી હતી. છે. ખારી ગામે અનિલનો પરિવાર રફુચકર થઇ ગયો છે.
Recent Comments