ભુજના કણજરામાં સગીરાને લલચાવી ઈસ્મે દુષ્કર્મ આચર્યું
છેલ્લા ચારેક મહિનાથી આજ દિવસ દરમિયાન બન્યો છે. તાલુકાના કણજરા ગામે રહેતી સગીર કન્યાને ભોરારા ગામના જુસબ ખલિફા નામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર તેણી પર બળજબરીથી શરીર સબંધ બાંધતો હતો. અને આ બાબતે કોઇને કહીશ તો, તારા પરિવારજનોને મારી નાખીશ તેવી ધમકી આપતો હોઇ આ અંગે ભોગબનારના પરિવારને જાણ થતાં આરોપી વિરૂધ મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મુન્દ્રા પોલીસે બનાવની નોંધ લઇ આરોપી સામે આઇપીસી કલમ ૩૭૬(૨), (જે.એન), ૫૦૬(૨), તેમજ પોક્સો કલમ ૫-૬ મુજબ ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં છેલ્લા થોડાક સમયથી બળાત્કાર અને છેડતીના બનાવમાં ઉછાળો આવ્યો છે. મોટાભાગના કિસ્સાઓમાં સગીર કન્યાઓને લલચાવી ફોસલાવી નરાધમો હવસનો શિકાર બનાવતા હોય છે. જે સમાજ માટે લાલબતીરૂપ છે.મુન્દ્રા તાલુકાના કણજરા ગામની સગીર કન્યાને છેલ્લા ચાર વર્ષથી લગ્નની લાલચ આપી ભોરારા ગામના શખ્સે મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી જવા પામી છે. ભોગબનારના વાલીની ફરિયાદ પરથી મુન્દ્રા પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધીને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.
Recent Comments