ભુજના રાવલવાડીના મકાનમાં અચાનક આગ: કોઈ જાનહાનિ નહીં
ભુજ શહેરના રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે આવેલા એકતા સુપર માર્કેટ સામેના પ્લોટ નંબર ૧૩૮માં નિલેશગીરી ગોસ્વામીના મકાનમાં ઉપરના માળે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગ્રેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.
આ કામગીરીમાં ફાયર ટીમના યશપાલસિંહ વાઘેલા, સાવન ગોસ્વામી, રવિરાજ ગઢવી, સત્યજીતસિંહ ઝાલા જાેડાયા હતા. સદભાગ્યે મકાન માલિક બહાર હોવાથી અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટક્યો હતો. જાે કે ઉપરના માળે રહેલા બેડરૂમમાં આગથી ભારે નુકશાન પહોંચ્યું હતું.ભુજ શહેરના રાવલવાડી ખાતે એકતા સુપર માર્કેટ સામે ગઈકાલે મંગળવારે બપોરના અરસામાં એક રહેણાંક મકાનમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી.
આગની જાણ આસપાસના લોકોને થતા ભુજ ફાયર વિભાગને માહિતી પહોંચાડવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી બે માળના મકાનના ઉપરના ફ્લોરે લાગેલી પર પાણીનો મારો ચાલાવી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
Recent Comments