ગુજરાત

ભુજમાં એરફોર્સમાં કામ કરતાં જવાને અન્ય કારણો સર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી

ભુજ એરફોર્સમાં ફરજ બજાવતા યુપીના જવાનએ ૪ દિવસ પૂર્વે પોતાના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તો, બીજીતરફ નખત્રાણા તાલુકાના નિરોણા ગામની વાડી વિસ્તારમાં ૧૧ દિવસ પહેલા ઝેરી દવા પી લેનારા ઓરીરાના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મુળ ઉતર પ્રદેશના અને ભુજ એરફોર્સ સ્ટેશનમાં કોન્સ્પેબલ તરીકે ફરજ બજાવતા ૨૪ વર્ષીય અનિલકુમાર રામ અવધ નામના જવાને પોતાના રૂમમાં પંખા પર ચાદર વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઠાકોરે જણાવ્યું હતું કે, મરણજનાર જવાનના રૂમમાં રહેતા અન્ય ત્રણ જવાનો જામનગર ગયા હોઇ મરણજનાર રૂમમાં એકલો હતો. અને ૧ નવેમ્બરના રોજ ફાંસો ખાઇ લીધો હતો. રૂમમાંથી વાસ આવતાં ઘટના અંગેની જાણ થઇ હતી. જવાને કયા કારણોસર આપઘાત કરી લીધો તે હજુ સામે આવ્યું નથી પોલીસે તપાસ હાથ ધરી છે. તો, નખત્રાણા તાલુકાના ઓરીડા ખાતે રહેતા મામદ ભચુ પઠાણ નામના યુવાને ગત ૨૬ ઓક્ટોબરના રાત્રીના સાડા બાર વાગ્યે નિરોણા ગામના વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી. જેને સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં બુધવારે બપોરે હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. નિરોણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts