fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભુજમાં જીપીએસસીનું પેપર ખરાબ જતાં યુવકે આત્મહત્યા કરી

મુળ અંજારના હાલ ભુજના પ્રભુનગર-૨માં ભાડાના મકાનમાં રહેતા નિતેશ મેઘજીભાઇ ધુઆ નામના ૩૮ વર્ષીય યુવાને એરપોર્ટ રોડ પર માલધારીનગરમાં આવેલા ઘોડા રાખવાના તબેલામાં આવેલા પતરાના રૂમમાં લોખંડની આડી પર રસ્સી બાંધીને રવિવારે ચાર વાગ્યાના અરસામાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. હતભાગીને તાત્કાલિક ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

પોલીસને તપાસ દરમિયાન હતભાગી નિતેશભાઇ રવિવારે જીપીએસસીની પરિક્ષા આપી હતી. જેમાં તેનું પેપર ખરાબ ગયું હોવાથી તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મૃતકના પિતા પાસેથી પ્રાથમિક જાણવા મળ્યું હતું. હતભાગી ભુજમાં પત્ની અને એક પુત્ર અને પુત્રી સાથેના પરિવાર જાેડે ભાડાના મકાનમાં રહેતા અને તેના પિતા અગાઉ અંજાર ખાતે પાણી પૂરવઠાની કચેરીમાં નોકરી કરતા હતા અને હાલ નિવૃત છે. અને અંજારમાં લક્ષ્મી ટોકિઝ પાછળ રહે છે. તેમનો પુત્ર નિતેશ કોઇ નોકરી કરતો ન હોઇ ઘણા સમયથી સ્પર્ધાત્મક પરિક્ષાઓની ઓની તૈયારી કરતો હતો. પરંતુ હજુ સુધી એક પણ પરીક્ષામાં સફળતા મળી ન હતી. દરમિયાન રવિવારે ભુજમાં જીપીએસસીની આપેલી પરીક્ષાનું પેપર પણ ખરાબ ગયું હતું. જેના કારણે મન પર લાગી આવતા હતાસ થઇને આપઘાત કરી લીધો હતો. નિતેશના મોતથી પત્ની સાથે બે સંતાનોએ છત્રછાયા ગુમાવી દેતાં તેના પરિવાર સહિત હતભાગીના સગાસબંધીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.ભુજના પ્રભુનગર-૨ ખાતે રહેતા અને નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લાંબા સમયથી આપી રહેલા ૩૮ વર્ષીય બે સંતાનના પિતાએ રવિવારે જીપીએસસી પરીક્ષાનું પેપર ખરાબ જતાં મનપર લાગી આવતાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ઘટનાને પગલે મૃતકના પરિવારજનો સગાસબંધીઓમાં ભારે આઘાત સાથે આભ ફાટી પડ્યુ઼ હતું. ભુજના સરદાર પટેલ નગર ખાતે રહેતા ૭૫ વર્ષીય હંસાબેન મહેશભાઇ શાહ નામના વૃધ્ધ મહિલાને મંગળવારે વહેલી સવારે પોતાના ઘરમાં પાણી ગરમ કરવાના હીટરને અડકી જવાથી વીજ આંચકો લાગ્યો હતો. જેમને પુત્ર શીતલભાઇ મહેશભાઇ શાહએ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી જ રીતે બે દિવસ પૂર્વે માંડવી હિટરમાં આંચકો લાગતા મહિલાએ જીવ ગુમાવ્યો હતો.

Follow Me:

Related Posts