ભુજમાં હોલિકા દહન થાય તે પહેલાં જ હોળીને લાત મારી “હોળી કરશો તો ભાંગી નાખશું”ની ધમકી અપાતા ફરિયાદ નોંધાઇc
દેશભરમાં હોળીના પર્વ નિમિત્તે હર્ષોલ્લાસ સાથે પારંપરિક રીતે હોલિકા દહન કરવામાં આવે છે. દેશમાં અનેક જગ્યાએ સર્વે કોમના લોકો સાથે મળીને હોલિકા દહન કરવાના ઉદાહરણ પણ આપણને ઘણા મળે છે. તો બીજી તરફ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે ગુરુવારે સાંજે હોલિકા દહન થાય તે પહેલા ત્રણ લોકોએ હોળીને લાત મારી તે જગ્યા પર હોળી ન કરવા ધમકી આપી હતી જે બાદ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાની હકીકત મુજબ ભુજ શહેરમાં કેમ્પ વિસ્તારના જયેષ્ઠાનગરમાં જય માતાજી ગરબી ચોક મધ્યે હોલિકા દહન માટે તૈયારીઓ કરવા આવી રહી હતી. વિસ્તારના લોકો દ્વારા જ ગરબી ચોકમાં હોલિકા દહન માટે છાણા ગોઠવી હોળી તૈયાર કરવામાં આવી હતી. તો વિસ્તારની બહેનો દ્વારા જ તેના ફરતે રંગોળી પણ કરવામાં આવી હતી. રાત્રે 9 વાગ્યાના અરસામાં હોલિકા દહનના મુહૂર્તથી થોડી વાર પહેલા જ ત્રણ ઈસમો ત્યાં પહોંચી હોળીને લાત મારવા લાગ્યા હતા અને સાથે જ તેની ફરતે કરવામાં આવેલી રંગોળીને પણ વિખેરી નાખી હતી. આ ઘટના બનતા જ આસપાસથી લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકોને આવતા જોઈ ત્રણેય ઈસમો પોતાની બાઇક લઇ રફુચક્કર થવા માંડ્યા. ભાગતા ભાગતા ઇસમોએ ત્યાંના રહેવાસીઓને ભૂંડી ગાળો આપી અને સાથે જ ધમકી આપતા કહ્યું કે “અમારા વિસ્તારમાં હોલિકા દહન કરશો તો મારી મારીને ભાંગી નાખશું.” આ પ્રકારની ધમકી આપી ત્રણેય ઈસમ પોતાની નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવનાર દિલીપભાઈ પ્રેમજીભાઈ હડિયાએ ત્રણ પૈકી બે ઇસમની ઓળખ આપતાં એકનું નામ રેઆન અલીમામદ ફૂલવાડા અને બીજો ઈસમ મકબૂલ ઉર્ફે કાળો વાળાનો પુત્ર હતો, જે બન્ને કેમ્પ એરિયાના રાજેન્દ્ર નગરના જ રહેવાસી હતા.
Recent Comments