ભુજ-નલિયા-વાયોર રેલવે પ્રોજેક્ટ મંજૂર થયાને ૧૩ વર્ષ બાદ પણ અધુરો
નલિયાથી વાયોર માટે હજુ સુધી કોઇ બજેટ મંજૂર જ કરાયું નથી ! આ પ્રોજેક્ટના અમલીકરણ માટે અગાઉ કોસ્ટ શેરીંગ બેસીસના ગ્રાઉન્ડ પર રેલવેની રીટ્સ (રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ) અને પ્રાઇવેટ પાર્ટનર સાથે એક એસપીવી (ખાસ કંપની) બનાવામાં આવી હતી. જાેકે ખર્ચ વધી જતો હવાનું કહી પ્રાઇવેટ કંપની આ પ્રોજેક્ટમાંથી ખસી જતાં કામમાં વિલંબ થયો હતો. આ બધાની વચ્ચે હવે જી-રાઇડની એન્ટ્રી થઇ હતી. જેણે પણ હવે ના પાડી દેતા રેલવેના ૧૩ વર્ષ પાણીમાં ગયા છેસરહદી તાલુકાના લોકો અને દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભુજ-નલિયા-વાયોર રેલવે પ્રોજેક્ટ મંજૂર થયાને ૧૩ વર્ષ બાદ પણ અધુરો છે. આ વર્ષોમાં કેન્દ્રમાં સરકાર બદલાઇ ગઇ હોવા છતાં પ્રોજેક્ટની ઝડપથી અમલવારી કરાઇ નથી. હવે રેલવેને પોતાની ભુલ આટલા વર્ષો બાદ સમજાઇ હોય તેમ અથવા કોઇ ખાનગી કંપની ન મળતા આખરે સમગ્ર પોજેક્ટમાં પ્રાઇવેટ પાર્ટનર શોધવાને બદલે રેલવે રક્ષા મંત્રાલયના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવે તેવી ભલામણ કરી દેવામાં આવી છે. ખૂદ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આ અંગે રેલવે બોર્ડને ભલામણ કરી છે. વર્ષ ૨૦૦૮માં મંજૂર થયેલો ભુજ-નલિયા બ્રોડગેજ પ્રોજેક્ટ આજે ૧૩ વર્ષ બાદ પણ સરકારી તંત્ર અને સ્થાનિક અને કેન્દ્રીય નેતાગીરીની અનદેખી તથા બેદરકારીના કારણે અધ્ધરતાલ છે. ચોંકાવનારી વાત એ છે કે અગાઉ પણ પીપીપીના નામે આ પ્રોજેક્ટની અમલવારીમાં નિષ્ફળતા સાંપડી હોવા છતાં રેલવે મંત્રાલય અત્યાર સુધી પ્રાઇવેટ કંપનીઓ શોધી રહી હતી! છેલ્લે સમગ્ર કામ જી-રાઇડ(ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન)ને સોંપવામાં આવ્યું હતું. તેને પણ પ્રાઇવેટ કંપની શોધવા કહેવાયું હતું. જાેકે જી-રાઇડને પણ ખાનગી પાર્ટનર ન મળતા હાથ ઉંચા કરી લીધા હતાં. જી-રાઇડે ગત તા. ૫/૮/૨૦૨૦ના આ પ્રોજેક્ટ અંગે પોતાની અસમર્થતા બતાવી દીધી હતી. તેના પગલે રેલવેને હવે કોઇ ખાનગી પાર્ટનર મળે તેમ નથી. જેના પગલે ખુદ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે રેલવે બોર્ડને પત્ર લખી હવે આ પ્રોજેક્ટ રક્ષામંત્રાલયના ફંડમાંથી રેલવે ખૂદ અમલાવરી કરે તેવી ભલામણ કરી છે. જાેકે આ ભલામણને પણ લાંબો સમય થઇ ગયો હોવાનું બહાર આવ્યું છે. આ પ્રોજેક્ટ ૨૦૦૮માં મંજૂર થયા પછી તત્કાલીન યુપીએ સરકારે કોઇ ગંભીરતા દાખવી ન હતી. પરંતુ ત્યારબાદ કેન્દ્રમાં સરકાર બદલતા આ પ્રોજેક્ટ ગતિ પકડશે તેવી આશા હતી. તે ફળીભૂત થતી હોય તેમ તા. ૦૭/૦૮/૨૦૧૪ના રેલવે બોર્ડ દ્વારા ભુજ-નલિયા (૧૦૧ કિમી)ના બ્રોડગેજ માટે રૂા. ૩૨૧.૬૨ કરોડ મંજૂર કરાયા હતાં. જાેકે ત્યાર બાદ ફરી સમગ્ર પ્રોજેક્ટ જાણે ઠંઠા બક્સામાં ચાલ્યો ગયો હતો. રેલવે પોતાના ખર્ચે અહીં લાઇન પાથરવાના બદલે પ્રાઇવે કંપની શોધી રહી હતી. આ દરમિયાન પ્રોજેક્ટ નલિયાથી વધારીને વાયોર સુધી લઇ જવાયો છે.
Recent Comments