ભુજ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને રીડિંગ સેન્ટરનું કામ મંજૂર થયું પણ બાંધકામ પેન્ડિંગ
૮ મહીના પહેલા જાહેરાત થયા બાદ આ બંને ડ્રિમ પ્રોજેકટનું કામ આગળ વધી શક્યું નથી કારણકે ગાંધીનગર કક્ષાએ બાંધકામની મંજુરી પેન્ડિંગ છે ત્યાંથી મંજૂરી મળ્યા બાદ જ કામ આગળ વધી શકશે. ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ (ભાડા) દ્વારા હીલગાર્ડન પાસે રૂ.૫.૫ કરોડના ખર્ચે ભાડાની જ ૨.૮૦ એકર ખુલ્લી જમીનમાં ભુજ સ્પોર્ટસ સેન્ટર બનાવવાની ગત મેં મહિનામાં જાહેરાત કરાઈ હતી. આ સંકુલમાં સ્વોસ,બેડમિન્ટન, ટેબલ ટેનીશ તથા બોર્ડ ગેમ્સ સહીતની ઈન્ડોર ગેમ્સ તથા લોન ટેનીસ,બાસ્કેટ બોલ, વોલીબોલ અને સ્વીમીંગ પુલ સહીતની રમતો અને યોગા, જીમ્નેશીયમ તથા નાના-મોટા પ્રસંગો માટે મલ્ટી પર્પઝ સ્પેસ માટેનું આયોજન જે – તે સમયે કરવામાં આવ્યું હતું.
ઉપરાંત આર.ટી.ઓ રીલોકેશન સાઇટ પાસે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સુવિધાયુક્ત અલાયદું ડેડીકેટેડ ભુજ રીડીંગ કમ સ્ટડી સેન્ટર ભાડાની માલિકીની જમીનમાં અંદાજીત ૨.૬૫ કરોડના ખર્ચે વિકસાવવાનો સૈધાંતિક ર્નિણય ભાડા દ્વારા લેવાયો હતો. મદદનીશ કલેકટર અને ભુજ પ્રાંત અધિકારી તેમજ ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચાપલોતે જણાવ્યું કે,કાસીયા દ્વારા પ્રોજેકટની ડિઝાઇન અને નકશા તૈયાર કરી અપાયા બાદ મંજૂરી માટે આરશ્બી માં મોકલવામાં આવ્યા હતા.જ્યાં ચકાસણી બાદ કેટલીક ક્ષતિઓ જણાઈ આવતા સુધારેલ નકશો પણ મોકલી દેવાયો છે.આ પ્રોજેકટનો ખર્ચ ભાડા દ્વારા કરવામાં આવશે જેથી વહીવટી મંજૂરી તો આપી દેવાઈ છે પણ બાંધકામ માટેની તાંત્રિક મંજુરીની અરજી ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગમાં પેન્ડિગ છે.
જ્યાંથી એપૃવલ મળ્યા બાદ ઝડપથી કામ શરૂ કરવામાં આવશે.આ પ્રોજેકટ અમારી પ્રાયોરિટી હોવાનું જણાવી સતત ફોલોઅપ લઈએ છીએ તેવું કહ્યું હતું. બંને પ્રોજેકટ બનાવવા માટે ગ્રાન્ટ તો ભાડાએ ફાળવી છે. પણ તેનું બાંધકામ અને પ્રોજેકટ અમલીકરણની કામગીરી માર્ગ અને મકાન વિભાગને સોંપાઈ છે.આ વિભાગની ધીમી ગતિની કામગીરીના કારણે મહત્વપૂર્ણ પ્રોજેકટ ટલ્લે ચડી ગયો છે. દરમિયાન સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે,પ્રોજેકટની તાંત્રિક મંજૂરીમાં હજી પણ બે મહિના જેટલો સમયગાળો વીતી જશે.નવા નાણાકીય વર્ષની શરૂઆતથી બાંધકામ શરૂ થશે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Recent Comments