fbpx
અમરેલી

ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં બુધવારે સુદર્શન હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાશે

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી ના સાનિધ્ય માં  લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણ વિના મુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ નું આયોજન છે તેમાં સુદર્શન નેત્રાલય અમરેલી ની અતિ અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાંત તબીબી સેવા એ આંખના લગતા તમામ રોગની તપાસ કરી આપવામાં આવશે. મોતિયો ના દર્દીઓને ટાકા વગરના ઓપરેશન કરી નેત્રમણી વિના મુલ્યે બેસાડી આપવામાં આવશે.તેમજ કેમ્પના સ્થળે રાહત ભાવે નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે. આંખ બતાવવા આવનાર દર્દીઓએ ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ લાવવાની રહેશે.અને કોવીડ ગાઇડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કર્યો છે 

Follow Me:

Related Posts