fbpx
અમરેલી

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો મકવાણા ની અધ્યક્ષતા માં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો

દામનગર તા.૯ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અમરેલી ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જયેશ પટેલ ની સૂચનાથી ડો. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકાનાં આશા અને આશા ફેસીલીટેટર બહેનોને રાષ્ટ્રિય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ‘એક આશા,એક વ્યસનમુક્ત વ્યક્તિ’ અન્વયે ટ્રેનીંગ એન્ડ સેન્સીટાઈઝેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમાકુનાં સેવનથી થતી આડઅસરોની સમજણ,વ્યસનમુક્તિ માટેની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ,પ્રચારપત્રિકાઓનું વિતરણ તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ વિશેે વિસ્તૃત માહિતી નરેશભાઈ પી.જેઠવા અને રિયાજભાઈ આઈ.મોગલ દ્વારા આપી તાલીમના અંતે તમામ દ્વારા આશા બહેનોને પ્રતિજ્ઞા લેવડાવવામા આવેલ.

વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૫૫ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે અને ભારતમાં દર વર્ષે ૧૦ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુને ભેટે છે. જે એઇડ્સ,ક્ષય રોગ અને મેલેરિયા આ ત્રણેય રોગોથી મૃત્યુ પામતા લોકોની કુલ સંખ્યા કરતાં પણ વધુ છે. તમાકુમા રહેલ નિકોટીન અત્યંત નશાવાળો પદાર્થ હોય થોડા સમય માટે ખૂબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે એ હદય,ફેફસા,પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે જે વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીનનુ વ્યસન થઈ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. આમ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વ્યસન મુક્તિ બાબતે જાગૃતતા લાવવા માટે અપીલ કરાઈ હતી.

Follow Me:

Related Posts