અમરેલી

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે દામનગર પોસ્ટ ઓફિસ દ્વારા હર ઘર ત્રિરંગા વેચાણ સ્ટોલનો પ્રારંભ

દામનગર સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે દામનગર પોસ્ટ ઓફિસ  સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન ને પહોચાડવા પ્રતિબદ્ધ પવિત્ર યાત્રાધામ સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ત્રિરંગા વેચાણ સ્ટોલ નો  મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ના વરદ હસ્તે પ્રારંભ કરાયોદામનગર શહેર ની પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન ને ઘેર ઘેર રાષ્ટ્ર મંદિર બનાવવા પુરા અદબ સાથે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે થી આજે વેચાણ સ્ટોલ નો પ્રારંભ કરાયો હતો.

શ્રી ભુરખિયા હનુમાનજી ના  દર્શનાર્થીઓ ભાવિકો હોંશે હોંશે ત્રિરંગા ની ખરીદી કરી પુરા અદબ થી ગૌરવ સાથે ત્રિરંગો ખરીદી દાદા ના સાનિધ્ય માં લહેરાવતા જોવા મળી રહ્યા હતા હર ઘર ત્રિરંગા અભિયાન દ્વારા દરેક ઘર ને રાષ્ટ્ર મંદિર બનાવીશું ના સંકલ્પ સાથે શ્રધ્ધાળુ ભાવિકો અને પ્રવાસે પધારેલ શાળા બાળકો શિક્ષકો દ્વારા મોટા પ્રમાણ માં ત્રિરંગો ખરીદી કરી હતી

Related Posts