ભુરખિયા હનુમાનજી મંદિર વધુ દસ દિવસ શ્રધ્ધાળુ ભાવિકો માટે બંધ રહેશે વધતા જતા સંક્રમણ થી મંદિર પ્રસાશન નો નિર્ણય
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર વધુ ૧૦ દિવસ માટે બંધ કોવિડ ૧૯ વધતા સંક્રમણ થી અગાઉ મંદિર પ્રશાસન તરફ થી તારીખ ૩૦/૪/૨૧ સુધી મંદિર બંધ રાખતો નિર્ણય લેવાયો હતો જેમાં ભોજન પ્રસાદ ઉતારા ચા પાણી કેન્ટીગ દર્શન બંધ રાખવા ની મુદત આજે તા૩૦/૪/૨૧ થી વધારી ને આગામી તારીખ ૧૦/૫/૨૧ સુધી મંદિર બંધ રાખવા નિર્ણય લેવાયો છે શ્રધ્ધાળુ ભાવિકો હવે તા ૧૦/૫/૨૧ સુધી દાદા દર્શન કરી શકશે નહીં લાખો શ્રધ્ધાળુ ભાવિકો યાત્રિકો સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી ના દર્શન માટે પ્રગાઢ શ્રદ્ધા ભાવ ધરાવતા હોય પણ કોવિડ ૧૯ ની મહામારી ના વધતા જતા સંક્રમણ થી જન આરોગ્ય ને ધ્યાને રાખી મંદિર પ્રશાસને વધુ ૧૦ મંદિર બંધ રાખતો નિર્ણય કર્યો હતો
Recent Comments