અમરેલી

“ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત પરમાર્થ મુહિમ” મૂંગા પશુઓ પ્રત્યે પ્રેમ કરુણા,દયા પરોપકારની ભાવના ખીલવવા. પ્રાથમિક શાળા ના દરેક બાળકો ને પ્રોત્સાહિત કરાશે

દામનગર  ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોમાં મૂંગા પશુઓ પ્રત્યે પ્રેમ ,કરુણા, દયા તેમજ પરોપકારની ભાવના ખીલવવાના ઉમદા હેતુથી અને ભવિષ્યમાં શ્રેષ્ઠ વ્યક્તિનું નિર્માણ દ્વારા આદર્શ અને ઉત્તમ સમાજ નિર્માણ થાય. વ્યક્તિ કુટુંબ જીવન અને સમાજજીવન માં પોતાનું યોગદાન આપી શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ કરવામાં પોતાનો સિંહ ફાળો આપી શકે તેવી દીર્ઘદ્રષ્ટિ રાખી સુંદર મજાનું આયોજન કરવાનું છે જેમાં

       એક મહિના માંથી ૨૧ દિવસ બાળકો પોતાની જાતે રોજ બે થી ત્રણ રોટલી પશુ પક્ષીઓને નાખશે (ગાય ,કુતરા, ચકલી વગેરે) તેમને તથા તેમના પરિવારને

ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ભુરખીયા દાદા ના આશીર્વાદ સાથેનુ પ્રમાણપત્ર તેમજ નાની એવી ભેટ પણ આપવામાં આવશે.

         બાળક ગુણ સંપન્ન વિચાર સંપન્ન અને ભાવ સંપન્ન બને તેના માટે દામનગરની શાળા નંબર – ૧ ( ગ્રીન સ્કૂલ ) શાળા નંબર – ૨(સવાણી પ્રાથમિક શાળા) શાળા નંબર ૩ ( કે કે નારોલા ) કન્યા શાળા – દામનગર, શેઠ શ્રી એમ. સી. મહેતા હાઇસ્કુલ ‌,શ્રીમતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ, ઝેડ.એમ. અજમેરા મીડીયમ ઇંગ્લિશ સ્કૂલ,વિવેકાનંદ સ્કૂલ સીતારામ નગર પ્રાથમિક શાળા . ઓમ સાંઈ પ્રાઇમરિ સ્કૂલ,તેમજ નવજ્યોત સ્કૂલ.આ દરેક શાળા તથા શાળા પરિવારના શિક્ષકો આના માટે ખૂબ જ સરસ પ્રયત્ન કરી રહ્યા છે જે ખરેખર વંદનીય છે.

          ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીગણ આ સરસ મજાના કાર્ય માટે ખૂબ જ ઉત્સાહી છે.હરજીભાઈ નારોલા દામનગર ની વિવિધ સ્કૂલોમાં સાથે આવીને આવા સુંદર કાર્યને વેગ આપી રહ્યા છે. સંજયભાઈ તન્ના,મોઇઝભાઈ ભારમલ રાજુભાઈ કનાડીયા,મહેશભાઈ ચૌહાણ, જીતુભાઈ બલર સુરેશભાઈ અજમેરા, મનહરભાઈ જુઠાણી, પ્રવીણભાઈ જાગાણીએ વિવિધ સ્કૂલોમાં સાથે રહીને કાર્યક્રમની સમજૂતી આપી હતી.

    ભુરખીયા દાદા આ કાર્યમાં જોડાનાર દરેક પરિવાર ઉપર આશીર્વાદની વર્ષા કરે તેવી પ્રાર્થના

Related Posts