સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ ના બળદ પ્રત્યેના પારિવારિક તાણાવાણા ની ઝલક જોવા મળી હતી બળદનું નિધન થતાં પરિવારનું સ્વજન ગુમાવ્યું હોય તેવાં ભાવ સાથે દુઃખી હ્રદયે સમાધિ આપી. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ આમ તો શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને જીવદયામાં અપાર શ્રદ્ધા ધરાવતું ગામ છે. અને એનું પ્રમાણ પણ એના સામાજિક જીવનમા જોવા મળે છે. વાત જાણે એમ છે કે ભુવા ગામમાં જયસુખભાઈ ભગવાનભાઈ ભાલાળાનો બળદ ઉંમર ૨૧ વર્ષનું અવસાન થતાં ખૂબ જ દુખી હૈયે એને સમાધિ આપવામાં આવી હતી. આમ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ના સંસ્કાર દર્શન અહીં થતા જોવા મળ્યા… એક બળદના નિધનથી સમગ્ર પરિવાર શોકાતુર બન્યો. આમ બળદ પણ જાણે પરિવારનો જ એક સભ્ય હોય તેવી રીતે તેની અંતિમવિધિ કરવામાં આવી.
ભુવા ગામ ના ખેડૂત ના બળદ નું ઉંમરના હિસાબે અવસાન થતા પોતાની જમીન માં સમાધિ આપવામાં આવી.



















Recent Comments