ભુવા પ્રાથમિક શાળાના આચાર્ય નયનાબેન પરમારની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રતિભા શિક્ષક એવોર્ડથી સન્માનિત કર્યા
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે અતિ પૌરાણિક અને ભુવા ગામનું આકર્ષણનું કેન્દ્ર એવી ભુવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નયનાબેન પરમાર ની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રતિભા શિક્ષક એવોર્ડથી સન્માનિત કરી સમગ્ર સાવરકુંડલા પંથક અને ભુવા ગામની પ્રાથમિક શાળાનું ગૌરવ વધારવા બદલ અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા આચાર્યશ્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શાળાના નાના ભૂલકાઓને સુરેશ પાનસુરીયા દ્વારા પુસ્તકો ભેટ આપી.
ભવિષ્યના ભારતને ઉજ્વળ બનાવવા માટે બાળકોને શુભેચ્છા અને શાળા પરિવારના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.આ તકે બોરાળા ગામના સરપંચ શ્રી અતુલભાઇ રાદડિયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ ભાલાળા તથા રાજુભાઈ ભાલાળા, પ્રવિણભાઇ ભાલાળા, પ્રવિણભાઇ ખુમાણ, અશોકભાઈ તાણેશ, ભરતભાઈ ડાંગર અને કમલેશપરી બાપુ સહિતના પદાધિકારીઓ તથા ગામના આગેવાનો તથા શાળા પરિવારના શિક્ષક મિત્રો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments