ભૂખમરામાં ભારત પાછળ ૧૧૬ દેશમાંથી ૧૦૧ નંબરે
ભારતનો ય્ૐૈં સ્કોર વર્ષ ૨૦૦૦માં ૩૮.૮ રહ્યો હતો. જે ૨૦૧૨-૨૧ વચ્ચે ઘટીને ૨૮.૮-૨૭.૫ સુધી પહોંચી ગયો હતો. રીપોર્ટમાં એવું પણ કહ્યું હતું કે, ભારતમાં કોવિડની મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી લોકોની સ્થિતિ વધારે ખરાબ થઈ છે. આ રીપોર્ટ આયરલેન્ડની એજન્સી કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મનીના સંગઠન વેલ્ટ હંગર હિલ્ફે મળીને તૈયાર કર્યો છે. ય્ૐૈં સ્કોર ચાર માપદંડને આધારે નક્કી કરવામાં આવે છે. અલ્પપોષણ, ચાઈલ્ડ વેસ્ટિંગ જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો જેનો વજન એની લંબાઈ કરતા ઓછો છે તે, ચાઈલ્ડ સ્ટંટિંગ જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો જેની ઉંમર કરતા લંબાઈ ઓછી છે. બાળદર મૃત્યું. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં ૯૩માં, વર્ષ૨૦૧૬માં ૯૭, વર્ષ૨૦૧૭ માં ૧૦૦, વર્ષ૨૦૧૮ માં ૧૦૩ અને વર્ષ૨૦૧૯ માં ૧૦૨ ક્રમે ભારતનો ક્રમ રહ્યો છે. આ રીપોર્ટ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, ભારતમાં હજુ પણ ભૂખમરાનું સંકટ યથાવત છે. કોરનાકાળ અને ખરાબ અર્થ વ્યવસ્થાને કારણે સ્થિતિ ખરાબ રહી છે.વૈશ્વિક ભૂખમરો સુચકાંક એટલે કે ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ ૨૦૨૧ની યાદી જાહેર થઈ ચૂકી છે. આ યાદીમાં ભારતનો રેન્ક ચિંતાજનક છે. ૧૧૬ દેશની યાદીમાં ભારતનું સ્થાન ૧૦૧મું રહ્યું છે. ભારતએ ૩૧ દેશમાં સામિલ છે. જ્યાં ભૂખમરાની સમસ્યા ખૂબ જ ગંભીર છે. ગત વર્ષે ગ્લોબલ હંગર ઈન્ડેક્ષની યાદીમાં ભારતનું સ્થાન ૯૪મું રહ્યું હતું. ગત વર્ષે ૧૦૭ દેશની યાદી જાહેર કરવામાં આવી હતી. આ વખતે બહાર પાડેલી યાદીમાં માત્ર ૧૫ દેશ એવા રહ્યા છે જે ભારત કરતા પાછળ છે. પાપુઆ ન્યુ ગિનિયા-૧૦૨માં, અફઘાનિસ્તાન ૧૦૩માં, નાઈજિરિયા ૧૦૩માં, કોન્ગો ૧૦૫માં, મોઝામ્બિક ૧૦૬માં, સિએરા લિયોન ૧૦૬માં, હેતી ૧૦૯માં, લાઈબેરિયા ૧૧૦માં, મેડાગાસ્કર ૧૧૧માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો ૧૧૨માં, ચૈડા ૧૧૩માં, સૈન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક ૧૧૪માં, યમન ૧૧૫માં અને સોમાલિયા ૧૧૬માં ક્રમે છે.ભારત આ યાદીમાં ખૂબ પાછળ છે. ભારત સિવાય ભારતના પાડોશી દેશ આગળ છે. પાકિસ્તાનનો ક્રમ આ યાદીમાં ૯૨મો, નેપાળનો ક્રમ ૭૬મો અને બાંગ્લાદેશનો ક્રમ ૭૬મો રહ્યા છે. ભારતના પાડોશી દેશ નેપાળ ૭૬, બાંગ્લાદેશ-મ્યાનમાર અને પાકિસ્તાન ૯૨માં ક્રમે છે. આ દ્રષ્ટિએ ભારત દેશની સ્થિતિ ચિંતા જનક છે. એક રિપોર્ટ અનુસાર નાગરિકને જમવાનું આપવાના કેસમાં ભારતની સ્થિતિ સૌથી શ્રેષ્ઠ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્ષમાં પાંચથી ઓછા ય્ૐૈં સ્કોર સાથએ ચીન, બ્રાઝિલ અને કુવૈત ટોચ પર છે. ય્ૐૈં સ્કોર ઓછો હોવાનો અર્થ એ છે કે, એ દેશમાં ભૂખમરીનું સ્તર ઓછું ચિંતાજનક છે. જાે કોઈ દેશનો ય્ૐૈંમાં સ્કોર વધારે હોય તો એનો અર્થ એ થયો કે, એ દેશમાં ભૂખમરાનું સંકટ ગંભીર છે.
Recent Comments