ભુજમાં ૨૦ વર્ષીય યુવતી પર નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરિણીતાએ સાળા બનેવી સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.
આ અંગે ભુજ શહેર પોલીસ સ્ટેશનમાં પીડિતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ યુવાન પરિણીતા તેના ઘરે બેડરૂમમાં મોબાઈલ ફોન જાેતા સુતી હતી. આ દરમિયાન ૧૨થી ૧૨.૪૫ વાગ્યા સુધીના અરસામાં આરોપી નુરમામદ સુમાર બાફણ તેમજ અકબર ઉર્ફે અકો મયાત્રા તથા તેના બે સાગરિતો પીડિતાના ઘરે જઈ પહોંચ્યા હતા. નુરમામદ બાફણ તેમજ અકબરે જઈને યુવતીના મોં પર હાથ દાબી દીધો હતો અને કપડાં પણ ફાડી નાખ્યા હતા.
આ સમયે બે અજાણ્યા શખ્સોએ પરિણીતાના હાથ પકડી રાખ્યા હતા અને નુરમામદ અને અકબરે યુવતી સાથે પાશવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ ગાલ, છાતી અને શરીરના અન્ય ભાગોએ નખ ભરાવીને ઈજાઓ કરી હતી. આ ઘટના અંગે પીડિતાએ તેના પતિને જાણ કરતાં પતિ તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો અને પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. આ મામલે પીડિતાએ ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments