આજકાલના ટીનેજરને શું કહેવું? ભૂજમાં હ્દય કંપી જાય એવી ઘટના સામે આવી છે. ૧૭ વર્ષની ટીનેજરે પહેલા એસિડ પીને આપઘાત કરવાની કોશિશ કરી અને તેનાથી થતી બળતરા સહન ન થતા ચપ્પાના ઘા મારી જીવન ટુંકાવ્યું હતુ.
આ ઘટના ભૂજ તાલુકાના કુનરિયા ગામની છે. મુસબાઈ નોડે અને તેમના પત્ની બહાર ગયા હતા ત્યારે તેમની ૧૭ વર્ષની યુવતીને કુમતી સુજી અને તેણે અંતિમ પગલુ ભરી લીધુ હતુ. જ્યારે માતા-પિતા પરત આવ્યા ત્યારે દીકરીનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતુ અને લોહીના ખાબોચીયમાં લથબથ લાશ પડી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતીએ અડધી બોટલ એસિડ ગટગટાવ્યું હતુ અને પરિણામે તેણે વોમીટ પણ કરી હતી. એસિડ પીધા બાદ અસહ્ય બળતરા થતા પોતે જ ગળામાં ચપ્પૂ ભોંકી દીધુ હતુ.
તરૂણીની સગાઈ અગાઉ બે યુવકો સાથે થઈ ગઈ હતી પરંતુ બંને સાથે સગાઈ તુટી ગઈ હતી અને આ બંને યુવકોએ બીજા સાથે સગાઈ કરી લેતા યુવતીએ આ અંતિમ પગલું ભર્યુ હોવાની આશંકાઓ સેવાી રહી છે.
Recent Comments