ભૂજ તાલુકા પંચાયત કચેરીમાં અચાનક આગ ફાટી નીકળી
ભુજ તાલુકા પંચાયત કચેરીમાં આવેલી ફાઇબરની ઓફીસમાં અચાનક આગ ફાટી નીકળી હતી,આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે જાેત જાેતામાં અહીં આવેલા રેકર્ડ રૂમ,નરેગા રૂમ અને ટેક્નિકલ ઓફીસનો સામાન સ્વાહા થઈ ગયો હતો.ઓફીસ પાસે પાર્ક કરેલી એક બાઇક પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેને ખસેડીને સુરક્ષિત કરાઈ હતી આગની જાણ થતા ભુજ ફાયરબ્રિગેડની ટીમે સરાહનીય અને દિલધડક કાર્યવાહી કરીને ૧ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ઉડયા હતા.
નજીકમાં મોબાઈલ ટાવર અને બાજુમાં બીજી ફાઈબરની ઓફીસ પણ આવેલી હતી. જાેકે તાત્કાલિક કાર્યવાહીના કારણે આગ પ્રસરતી અટકાવી શકાઇ છે.બનાવસ્થળે પંચાયત કચેરી તેમજ કલેકટર કચેરીના સ્ટાફના લોકો તેમજ આસપાસના રહીશો પણ ‘કુરો થયો કુરો થયો’ કરતા દોડી આવ્યા હતા.બનાવની જાણ થતા ડીડીઓ ભવ્ય વર્મા,નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહિતના દોડી આવ્યા હતા.તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડે જણાવ્યું કે,હાલ તબક્કે આગનું કોઈ કારણ સામે આવ્યું નથી. સાંજે ૫ઃ૪૫ કલાકે હોસ્પિટલ રોડ પર નાણાવટી હોસ્પિટલ પાસેના ખુલ્લા પ્લોટમાં પડેલા કચરામાં આગ લાગી હતી,
ફાયર બ્રિગેડના પરાગ જેઠી, જગદીશ મહેશ્વરી, પ્રતિક મકવાણા, રમેશ ગાગલે આગ બુઝાવી હતી. ભુજમાં લાલ ટેકરી પર બીએસએનએલ અને દેના બેંક વચ્ચે આવેલા ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા આસપાસ હોટલ, હેર સલૂન અને અન્ય ત્રણ ચાર કેબિન પર ઉભેલા લોકોમાં ભય ફેલાયો હતો. ધડાકા બાદ આગ નહોતી ફેલાઈ પણ કોઈએ વીજ કંપનીને ડીપીમાં આગ લાગવાના ફોનથી સમચાર આપતા એકીચોટ સ્ટાફ પણ દોડતો થયો હતો. જાે કે, રીપેરીંગ માટે વીજ કંપનીનો સ્ટાફ તરત દોડી જતા એકાદ કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ ગયો હતો.
Recent Comments