ભૂતા કૉલેજ, સિહોર ખાતે એન.એસ.એસ. – ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્ર્મ યોજાયો
રાષ્ટ સેવાને વરેલાં ભૂતા કૉલેજ, સિહોર ખાતેના એન.એસ.એસ. યુનિટ દ્વારા – ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની માહિતી આપી હતી.
જ્યારે વક્તા તરીકે અશ્વપાલભાઇ રાઠોડ, પૂર્વ પ્રાધ્યાપક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે એન.એસ.એસ. નો સંપૂર્ણ પરિચય આપી એન.એસ.એસ. ના કાર્યો, પ્રવૃત્તિઓ, શિબિરો તેમજ જીવન ધડતર વિશે વાત કરી હતી.
આ ઉપરાંત વિવિધ પ્રશ્નોતરી દ્રારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માહીતી પુરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઈ ખામળે કરી હતી. સમગ્ર સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયાં હતાં.
Recent Comments