fbpx
ભાવનગર

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

સમાજમાં દિકરીઓની સખ્યા ઘટતી જતી હોવાની બાબત ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં જે.પી.સી એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લીનીક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઈઝરી કમીટીની મીટીંગમાં થયેલ સુચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ ક્લીનીક માટે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ ક્લીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,

જિલ્લા પંચાયત,ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,ભાવનગર જિલ્લો, ભાવનગર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ ની પેટા કલમ (૧) હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ આથી હુકમ કરૂ છુ કે.ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ ક્લીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાનો રહેશે.

આ જાહેરનામાનો અમલ જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,જિલ્લા પંચાયત, ભાવનગરએ કરાવવાનો રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ બદલ ધારાસર કરીયાદ કરવા માટે જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,જિલ્લા પંચાયત.ભાવનગને અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે

Follow Me:

Related Posts