ભેજાબાજાેથી સાવધાનઃ વડોદરામાં ૧૩.૨૪ લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર
વડોદરામાં રિલાયન્સ જીઓ માર્ટની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને વેપારી પાસેથી ભેજાબાજાેએ રૂપિયા ૧૩.૨૪ લાખ ઉપરાંતની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે બે ભેજાબાજાે વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા રાકેશભાઇ સરદાર વાડી વિસ્તારમાં આશા કોર્પોરેશનના નામે દુકાન ધરાવે છે. દરમિયાન તેમના ઇ-મેઇલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઇ-મેઇલ કરી જણાવ્યું હતું કે, તમારે રિલાયન્સ જીઓ માર્ટની ફ્રેન્ચાઈસી તથા ડિલિવરી મેળવવી હોય તો એપ્લિકેશન ફોર્મ સાથે ૫૧ હજાર રૂપિયા, રિલાયન્સ જીઓ માર્ટની ફ્રેન્ચાઇઝી માટે રૂ.૧.૫૦ લાખ, આજવા લોકેશન ખાતે ફ્રેન્ચાઇઝી ફી પેટે રૂપિયા ૧ લાખ તેમજ એન.ઓ.સી સહિતના અલગ-અલગ બહાના હેઠળ ઓનલાઇન કુલ રૂપિયા ૧૩,૨૪,૯૦૦ ભેજાબાજાેએ પડાવી લીધા હતા.
બીજી બાજુ રિલાયન્સ જીઓ માર્ટ નામની ખોટી કંપની ઊભી કરી વેપારી સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે મોબાઇલનો ઉપયોગ કરનાર વ્યક્તિ અને ઇ-મેલ આઇડીના સંચાલક વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા એક ફરિયાદમાં વાપી ખાતેની કંપનીના બનાવટી બીલો બનાવી વડોદરાના સ્ક્રેપના વેપારી પાસેથી ઊંચા ભાવની લાલચ આપી પેપર વેસ્ટનો માલ ખરીદી ૫.૧૩ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવાનો બનાવ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments