સુરત ભેસ્તાનના સફારી કોમ્પ્લેક્ષ સામે મ્ઇ્જી ની બસે મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. બસની અડફેટે આવેલા ત્રણેય લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત ત્રણ લોકો પૈકી વધુ ઈજાઓના કારણે એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં બસ દ્વારા રાહદારીઓને અડફેટમાં લેવાની આજે બીજી ઘટના બની છે. આજે મ્ઇ્જી ની બસે ત્રણ લોકોને અડફેટમાં લીધા હતા. ત્રણ ઘાયલો પૈકી બે સિવિલના કોન્ટ્રાકટ કર્મચારીઓ છે. આ કર્મચારીઓ નોકરી પર જઈ રહ્યા હતા તે સમયે બનાવ બન્યો હતો. ભેસ્તાન વિસ્તારના સફારી કોમ્પ્લેક્ષ સામે આ બનાવ બન્યો હતો.
ભેસ્તાનમાં મ્ઇ્જી ની બસે ત્રણને અડફેટે લીધા, એકની હાલત ગંભીર

Recent Comments