fbpx
ગુજરાત

ભેસ્તાનમાં વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

ભેસ્તાનના રામ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ચોરી થતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા હતાં. સોસાયટીના રહીશો પેટ્રોલ ચોરીથી પરેશાન થઇ ગયા હતાં. આખરે સીસીટીવીની મદદથી સોસાયટીના રહીશોએ ચોરને ઝડપી લઈને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ હાથ હળવો કર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લોકોએ ઝડપી લીધેલા શખ્સો પોતાનો શોખ પૂરો કરવા માટે પેટ્રોલની ચોરીમાં જાેડાયા હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક લોકોએ સીસીટીવી ગોઠવીને ચોરને ઝડપી પાડી માર મારીને પોલીસને સોંપી દીધો હતો. કુલ કુલ પાંચ લોકો પેટ્રોલ ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે. સ્થાનિક લોકોએ પેટ્રોલ ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડયા છે. અન્ય ત્રણ ઈસમો ફરાર થઈ ગયા છે. સીસીટીવીમાં પેટ્રોલ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

પોતાની જ સોસાયટીના કેટલાક લોકો બહારથી પેટ્રોલ ચોરી કરતા યુવકોને બોલાવીને પેટ્રોલ ચોરી કરાવતા હોવાનો જાણવા મળતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઝડપાયેલા બે ઇસમોને માર મારીને સોસાયટીના કયા લોકો તેમને પેટ્રોલ ચોરી કરવા માટે બોલાવતા હતાં. તે અંગે વારંવાર પૂછ્યું હતું. ચોરી કરતા ઝડપાયેલા બે ઇસમોને માર મારી અન્ય લોકો વિશે પણ પૂછપરછ કરીને પોલીસને સોંપી દીધા હતાં.હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts