fbpx
અમરેલી

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહન કો ન ભૂલાના.. રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનાં શુધ્ધ પ્રેમના પ્રતિકનું પર્વભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ. 

રક્ષાબંધનનું પર્વ હવે નજીક આવી રહ્યું છે ત્યારે સાવરકુંડલા શહેરમાં રાખડીઓનું ધૂમ વેચાણ થતું જોવા મળે છે. રાખડીના ભાવ પણ  ગયા વર્ષ પ્રમાણે રહ્યા. ૧૦  રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીની રાખડીઓની બહેનો ભાઈની સુરક્ષા માટે ખરીદી  રહ્યા છે. રાખડી અર્થાત રક્ષા કવચ એ તો પ્રાચીન કાળથી ચાલી આવેલ પરંપરાગત ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતો તહેવાર કહેવાય. રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય જેને લઈ શહેરમાં રાખડીનું ધૂમ વેચાંણ થતું જોવા મળી રહ્યું છે. આ વર્ષે રાખડીમાં જોઈએ તો અવનવી વેરાયટીઓ જોવા મળી હતી જેમ કે બાળકો માટે વોટ્સએપ રાખડી, ફેસબુક રાખડી, મ્યૂઝિકલ રાખડી, લાઈટીંગ રાખડી, છોટા ભીમ, લિટલ સિંઘમ વગેરે બાળકો માટે અવનવી કાર્ટૂનો અને રમતોથી સજ્જ રાખડીઓ બજારમાં જોવા મળી હતી તો મોટા યુવાનો અને પુરૂષો માટે રૂદ્રાક્ષ, સુતરની, ધાર્મિક શબ્દોવાળી અને દેવી દેવતાઓના નામ તથા ફોટાવાળી રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે રાખડીના માર્કેટમાં રૂપિયા ૧૦ થી લઈને રૂપિયા ૨૦૦  સુધીની રાખડી જોવા મળે છે ભાવોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.

  હિંદુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વછે આ તહેવારને ભાઈ બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવેછે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને તેમના દીર્ઘાયુ  માટે ભગવાનને ખરાં હ્દયથી પ્રાર્થના કરે છે ભાઈઓ પણ જીવનભર તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે. રાખીએ માત્ર એક રેશમની દોરી નથી પરંતુ ભાઈનું તેની બહેનને આજીવન રક્ષણ કરવાનું વચન છે. તેવી જ રીતે ભાઇના જીવનમાં તેમના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક અર્થાત્ રક્ષાબંધન. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે.  આમ ગણીએ તો રક્ષા કવચ અર્થાત્ વ્યક્તિની સંપૂર્ણ રીતે સલામત રહે તેવી ભાવના..

અહીં સાવરકુંડલા ખાતે નાવલી બજારમાં આવેલ જથાબંધ રાખડીના વેપારી શ્રીજી રાખડી સ્ટોરના માલિક રાજુભાઈ રાજાએ જણાવ્યું હતું કે આ વખતે રાખડીના ભાવમાં કોઈ વધારો નથી અને બહેનો રાખડીની ખરીદી હોંશે હોંશે કરી રહી છે.  આમ તો રક્ષાબંધન પર્વની પ્રથા  પ્રાચીન વૈદિક કાળના સમયથી ચાલી આવી રહી છે.  આ માટે અભિમન્યુનો પ્રસંગ પણ રક્ષા કવચ માટે સુપ્રસિદ્ધ છે. તો વળી ઐતિહાસિક તથ્યો પણ રક્ષા કવચ માટે ખૂબ જાણીતા છે. હૂમાયુઁને રાણી કર્ણાવતીએ બહાદુરશાહના હુમલા સમયે મદદ મેળવવા માટે રાખડીની સાંખે મદદની પુકાર કરી હતી. એ પ્રસંગ પણ ખૂબ જાણીતો છે. આમ રક્ષાબંધન એ ખરાં અર્થમાં તો વ્યક્તિની સલામતી માટે શુભ ભાવના દર્શાવતો તહેવાર ગણીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. બીજા શબ્દોમાં કહીએ તો ભાઈ બહેનના શુધ્ધ સ્નેહભીનો તહેવાર. .

Follow Me:

Related Posts