ભોજપુરી અભિનેતા દિનેશલાલ યાદવ થયા કોરોના સંક્રમિત

કોરોનાએ ભોજપુરી ફિલ્મ અભિનેતા દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆની ફિલ્મ ‘સબકા બાપ, અંગૂઠા છાપ’નાં સેટ પર દસ્તક આપી છે. નિરહુઆ અને તેની ટીમના ૨ સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેથી ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું છે. નિરહુઆ અને તેની ટીમના સભ્યોની મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરવામાં આવી છે.
ભોજપુરી ફિલ્મ ‘સબકા બાપ, અંગૂઠા છાપ’ના સેટ પર કોરોના ગાઇડલાઇન્સનુંપાલન થતું ન હતું. શૂટિંગ જાેવા માટે સેટ પર લોકોના ટોળા પણ ઉમટતા હતા. અહીં કોરોના ગાઈડલાઈનની અવગણવાના કરવામાં આવી હતી. તબિયત લથડતા નિરહુઆ અને ટીમના બે સભ્યોએ મંગળવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
Recent Comments