બોલિવૂડ

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના મૃત્યુના સમાચારે હલચલ મચાવી

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના મૃત્યુના સમાચારે હલચલ મચાવી દીધી છે. વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલના રૂમમાં આકાંક્ષા દુબેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ તેને આત્મહત્યા માની રહી છે. પરંતુ આકાંક્ષાના મૃત્યુ પાછળ ઘણા રહસ્યો છે. આકાંક્ષા દુબે શનિવારે રાત્રે જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી. રાત્રે લગભગ ૨ વાગ્યે, તે પાર્ટીમાંથી પરત હોટેલથી પરત ફરી હતી.

આ દરમિયાન તેની સાથે એક યુવક પણ હતો. મળતી માહિતી મુજબ, આ યુવક લગભગ ૧૭ મિનિટ સુધી તેની સાથે રહ્યો. આ દરમિયાન શું થયું, તે તપાસનો વિષય છે. પરંતુ આ પછી અભિનેત્રી આકાંક્ષા દુબે પણ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી લાઈવ થઈ ગઈ હતી. આ દરમિયાન તે રડતી જાેવા મળી હતી. ઇંસ્ટા પર આકાંક્ષાના રડવાનો વીડિયો તેના ઘણા ફેન્સે રેકોર્ડ કર્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. સારનાથ પોલીસ સ્ટેશનના પ્રમુખ ધરમપાલ સિંહે જણાવ્યું કે, તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.

તેવુ પણ જાણવામાં આવી રહ્યું છે કે, આકાંક્ષા દુબે રાત્રે ક્યા યુવક સાથે હોટેલમાં આવી હતી, અને કોની બર્થડે પાર્ટીમાં તે સામેલ થઈ હતી. પોલીસ આકાંક્ષાનો મોબાઈલ ફોન પણ સ્કેન કરી રહી છે. તેને આશા છે કે, આનાથી આપઘાતનું રહસ્ય બહાર આવી શકે છે. આકાંક્ષા દુબેએ પણ લગભગ ૨૩ કલાક પહેલા તેના ઇન્સ્ટા એકાઉન્ટની સ્ટોરી પર એક દુખભરી કવિતા પોસ્ટ કરી હતી. આ કાવ્યમાં ‘રાહ દેખેંગે તેરી ચાહે જમાના લગ જાયે, યા તો આ જાયે તુ, યા હમ હી ઠિકાને લગ જાયે’.

Related Posts