ભોજપુરી અભિનેત્રી સ્સ્જી સ્કેન્ડલ બાદ ત્રિશાકર મધુ ફરી એકવાર ચર્ચામાં આવી
ભોજપુરી અભિનેત્રી ત્રિશાકર મધુ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેણે રવિ યાદવ સાથે ભોજપુરી ફિલ્મ ‘જય દેવ’ સાઈન કરી છે, જેનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. કથિત સ્સ્જી સ્કેન્ડલને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલી અભિનેત્રીએ થોડા સમય માટે ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો. આ દરમિયાન, તેના ફેન્સ પણ તેને સ્ક્રીન પર ખૂબ જ મિસ કરી રહ્યા હતા, પરંતુ નવરાત્રીની શરૂઆત સાથે જ ત્રિશાકર મધુએ સ્ક્રીન પર પરત ફરવાની જાહેરાત કરી છે. નવરાત્રીના શુભ અવસર પર મંગળવારે ભોજપુરી ફિલ્મ ‘જય દેવ’નું મુહૂર્ત રાખવામાં આવ્યું હતું. મુહૂર્તની તસવીરો અભિનેત્રી ત્રિશાકર મધુએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરી છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે.
ફિલ્મમાં ચંબલ બોય રવિ યાદવ અને દેવ સિંહ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મના મુહૂર્ત સમયે નિર્માતાઓએ દાવો કર્યો હતો કે, આ ફિલ્મ સંપૂર્ણપણે કોમર્શિયલ અને અશ્લીલતાથી પરે છે. તેમનું કહેવું છે કે, આ એક અલગ ફિલ્મ છે, જે યુપી-બિહારના યુવાનોને ઘણી પસંદ આવશે. નિર્માતાઓનો દાવો છે કે, ફિલ્મની સ્ટોરી ખૂબ સરસ છે અને ગીતો પણ એક કરતા વધારે હશે. ફિલ્મ ‘જય દેવ’ના નિર્માણ માટે મોટું બજેટ રાખવામાં આવ્યું છે, જેથી જ્યારે ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થાય ત્યારે દર્શકો ફિલ્મ સાથે જાેડાઈ શકે.
Recent Comments