fbpx
બોલિવૂડ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પર્પલ સાડીમાં ટ્રેડિશનલ લુક ફેન્સને ખુબ પસંદ આવ્યો

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે જે ફોટો શેર કરે છે તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હાલમાં શેર કરેલી આ તસવીરોમાં મોનાલિસાનો ટ્રેડિશનલ લુક જાેઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. ફોટામાં મોનાલિસાનો દેસી લુક ખરેખર શાનદાર છે. આ લુકે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. મોનાલિસાના વાઈરલ લુકમાં પર્પલ કલરની વ્હાઈટ સ્ટ્રિપ્સવાળી સાડી અને બ્લેક બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

મોનાલિસાએ ઈયરિંગ્સ, નેકલેસ, બ્રેસલેટ, રિંગ્સ અને બિંદી સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો. આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ તેમને કેપ્શન લખ્યું છે કે રોશની પકડાઈ ગઈ, અને ક્લોઝ અપ. મોનાલિસાની આ તસવીરો પર તેના લાખો ફેન્સ તમે ખૂબ જ સુંદર છો, નાઈસ લુકિંગ, બ્યુટીફુલ, ઓસમ, કિલર અને સ્ટનિંગ જેવી કોમેન્ટ કરતા જાેવા મળી રહ્યા છે.

Follow Me:

Related Posts