ભોપાલમાં રાત્રે પોલીસ કોન્સ્ટેબલે યુવતી સાથે કર્યું એવું કે…વીડિયો થઈ ગયો વાયરલ
રાજધાની ભોપાલના પોલીસ સ્ટેશનમાં પદસ્થ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં કોન્સ્ટેબલ યુવતી સાથે ઝપાઝપી કરતો જાેવા મળે છે. વીડિયો વાયરલ થયા પછી કોન્સ્ટેબલની સ્પષ્ટતા પણ સામે આવી. કોન્સ્ટેબલનો દાવો છે કે વીડિયોમાં જાેવા મળતી યુવતી તેની મિત્ર છે. તે સોમવારે નશાની હાલતમાં તેને મળી ગઈ હતી. તેની સુરક્ષા માટે તે યુવતીને ઘરે છોડી જવા માટે કહે તો હતો. પરંતુ યુવતી ના પાડી રહી હતી માટે તે જબરદસ્તી યુવતીને પોતાની બાઈક પર બેસાડવાનો પ્રયત્ન કરતો હતો. તે જ સમયે કોઈએ તે ઘટનાનો વીડિયો બનાવી દીધો અને વાયરલ થઈ ગયો.
પુષ્પેન્દ્રસિંહ નામનો કોન્સ્ટેબલ કોહેફિજા થાણામાં ફરજ બજાવે છે. પટનાનો આ વીડિયો સોમવારે રાત્રિના સમયનો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. કોન્સ્ટેબલ વીડિયોમાં બાઈક પર બેઠેલો જાેવા મળી રહ્યો છે. તેની પાસે અક યુવતી ઉભેલી દેખાઈ રહી છે. આ યુવતી સાથે આ પોલીસ કોન્સ્ટેબલ ઝપાઝપી કરતો જાેવા મળે છે. કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ સોમવારે હનુમાનગંજ વિસ્તારમાં થઈને પસાર થઈ રહ્યા હતા તેજ સમયમાં પુષ્પેન્દ્રસિંહે તમની ફ્રેન્ડને જાેઈ જે ફુલ નશામાં હતી. તે સરખી રીતે ઉભી પણ રહી શકતી ન હતી. તેની કહ્યું નશાની હાલતમાં જઈ શકતી નથી કોઈ ઘટના બની જશે.
આ સમય દરમિયા પુષ્પેન્દ્રસિંહ તેની ફ્રકેન્ડનો હાથ પકડીને તેને બાઈક પર બેસાડતો હતો. યુવતી બાઈક બેસવાની ના પાડતી હતી. હનુમાનગંજ પોલીસ મથકના ટીઆઈ મહેન્દ્રસિંહે કહ્યું કે, અસરાની માર્કેટની આ ઘટના છે. હજુ સુધી કોઈ પક્ષે ફરિયાદ નોંધાવી નથી. પુષ્પેન્દ્રસિંહ સાથે ઘર્ષણ બાદ પણ પુષ્પેન્દ્ર તે યુવતીને ઘરે મુકીને આવ્યો હતો. વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યૂઝર્સ ભોપાલ પોલીસને લઈને અલગ-અલગ વાતો કરી રહ્યા છે. ટિ્વટર પર એક યૂઝર્સે વીજિયોને ટિ્વટ કરીને લખ્યું કે, જે પોલીસ સાથે મહિલાની સુરક્ષાની જવાબદારી છે તે જ પોલીસ મહિલાઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કરશે તો મહિલાની સુરક્ષા કોણ કરશે. પોલીસ અધિકરી હવે આ મમાલે તપાસ કરશે તેવી વાત ચાલી રહી છે.
Recent Comments