ગુજરાત

મંગળવારે તમામ ૧૮૨ ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા સૂચનાઆવતીકાલે સવારે ૧૧ કલાકે ગૃહમાં પ્રથમ વખત ઈ-વિધાનસભાનો ડેમો કરાશે

ગાંધીનગરમાં આવતીકાલે સાંજે ૭ કલાકે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહેવાના છે. આ સાથે જ ભાજપના સંગઠન મહામંત્રી સહિત ૧૫૬ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં ૩ દિવસના વિધાનસભા સત્ર અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. ૧૩ સપ્ટેમ્બરે પ્રથમ વખત ઈ-વિધાનસભા મળવા જઈ રહી છે. જેને લઈ તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ કરવામાં આવશે. જેથી તે પહેલા આવતીકાલે તમામ ૧૮૨ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપી દેવાઈ છે.

આ સૂચના વિધાનસભામાંથી આપવામાં આવી છે. કારણ કે આવતીકાલે સવારે ૧૧ કલાકે ગૃહમાં પ્રથણ વખત ઈ-વિધાનસભાનો ડેમો કરાશે. મુખ્યપ્રધાન સહિત તમામ ધારાસભ્યો ગૃહમાં ટેબ્લેટ પર ફાઈનલ પ્રેક્ટીસ કરશે. ત્યારબાદ આવતીકાલે સાંજે ૫ કલાકે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં ૩ દિવસના એજન્ડા નક્કી થશે. ત્રણ દિવસની અંદર ત્રણ બિલ રજૂ કરવામાં આવશે. સાથે જ પ્રશ્નોત્તરી પણ થવાની છે. ત્યારે તમામ વસ્તુઓને એપ્લિકેશનના માધ્યમથી ટેબ્લેટની અંદર ઈન્સ્ટોલ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની ટેકનિકલ એરર ન રહી જાય તે માટે તકેદારીના ભાગ રુપે તમામને આવતીકાલે બોલાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે વિધાનસભામાં રજૂ થનારા વિધેયક પર નજર કરીએ તો ય્જી્‌ સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ્‌સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક, મ્ઝ્ર અનામત સંબંધિત સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

Related Posts