fbpx
સૌરાષ્ટ - કચ્છ

મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી જામનગરમાં, ચાર કલાકનો પ્રવાસ, ક્યારે, શું કરશે? આ રહી સંપૂર્ણ વિગતો

જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અન્ય દેશમાં પ્રથમ આઉટપોસ્ટ સેન્ટર ખોલવા જઈ રહ્યું છે. આગામી મંગળવારના રોજ પીએમ નરેન્દ્ર મોદી, મોરેશિયસના વડાપ્રધાન, ડબ્લ્યુ એચઓના ડીરેક્ટર જનરલ,૧૯ દેશના રાજદ્વારીઓ ઉપરાંત આયુસ મંત્રાલયના બંને મંત્રીઓ સહીત દેશભરના તજજ્ઞોની હાજરીમાં ખાતમુર્હુત કરવામાં આવશે. પીએમ જામનગર ખાતે ચાર કલાક સુધી રોકાશે. યુનાઈટેડ નેશનનના હુ સંચાલિત ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન એકમ જામનગરમાં સ્થાપાવવા જઈ રહ્યું છે. આ સેન્ટરની પ્રથમ નીવ રાખવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લેશે. પીએમની વિઝીટને લઈને વહીવટી તંત્ર આયોજનમાં પરોવાયું છે. જયારે પોલીસ રાજ્ય અને સેન્ટ્રલ એજન્સીઓને મળી સુરક્ષા વ્યવસ્થામાં લાગી છે. આગામી મંગળવારે પીએમ મોદી બપોરે એક અને વીસ મીનીટે જામનગર એરપોર્ટ પર આવી પહોચશે. જ્યાં જામનગરના પ્રથમ નાગરિક સહિતનાઓ તેઓને સત્કારશે. ત્યારબાદ પીએમનો કાફલો એરફોર્સ એક ગેટથી શહેરમાં પ્રવેશ કરશે. એરફોર્સ એક ગેઇટથી વુલનમિલ સર્કલ, સમર્પણ સર્કલ, દિગ્જામ સર્કલ, ખોડીયાર કોલીની, સાત રસ્તા, લાલ બંગલો થઈ સર્કીટ હાઉસ જશે. આ ત્રણ કિમીના રૂટ પર પીએમ કારમાં જ લોકોનું અભિવાદન જીલશે. જામનગરના સર્કીટ હાઉસમાં દેશી ભોજન લઇ પીએમ ત્રણ વાગ્યે ફરી એ જ રૂટથી સમર્પણ સર્કલ થઈ લાખાબાવળના પાટિયા સામેં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. અહી વિશાળ ડોમ સુધી પહોચવા હાઈવેથી એક કીમીના સ્પેશ્યલ ડામર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. અભિવાદન સ્થળે પીએમ બે હજાર આમંત્રિતોને સંબોધન કરી, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનનું ખાતમુર્હુત કરશે. કાર્યકર્મ પૂર્ણ કરી પીએમનો કાફલો પાંચ વાગ્યે સીધો એરપોર્ટ પહોચી અમદાવાદ જવા રવાના થશે. રાજ્યના બે દિવસના પ્રવાસે આવતા પીએમ સાંજે પાંચ વાગ્યે જામનગર ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી બુધવારે દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમની વાટ પકડશે.

Follow Me:

Related Posts