fbpx
રાષ્ટ્રીય

મંગળ ગ્રહ પરથી એવી ચોંકાવનારી તસવીર આવી સામે કે સાચે જ વિશ્વાસ જ નહિ થાય
ફોલ્ડ ખડકો આવો આકારમાં કેવી રીતે કે કયા કારણે બની શકે તેની તપાસ રિસર્ચ સંગઠન જીઈ્‌ૈં કરી રહી છે

નાસાના રોવર ક્યૂરિયોસિટીએ મંગળ ગ્રહ પર કેટલીક વિચિત્ર પરંતુ અદ્ભુત રોક પિલરની તસવીર ક્લિક કરી છે. લાલ ગ્રહ પર આ ફોલ્ડ ખડકો ૧૫ મેએ લાંબા સમયથી ચાલી રહેલા રોવર દ્વારા શોધવામાં આવી હતી. આ રોવર ૬ ઓગસ્ટે ગ્રહ પર પોતાના પ્રથમ દાયકાનું પણ કામ પૂરુ કરવાનું છે. આ નિયમિત રૂપથી પૃથ્વી પર મંગળની તસવીરો મોકલતુ રહે છે. આ લાલ ખડકોની છબી મિશનના સોલ (મંગળ ગ્રહ દિવસ) ૩૪૭૪ પર લેવામાં આવી હતી. બ્રહ્માંડમાં જીવન જીવવાની શોધ કરનાર એક રિસર્ચ સંગઠન જીઈ્‌ૈં એ ટિ્‌વટર પર કહ્યું- સ્પાઇક્સ સૌથી વધુ સંભાવના છે કે આ ફોલ્ડ ખડકો પ્રાચીન ફ્રેક્ચરની સીમેન્ટેડ ફિલિંગ હોય. સંસ્થાએ કહ્યું કે ફોલ્ડ ખડકો સામાન્ય રીતે રેતી અને પાણીની પરતોથી બને છે, પરંતુ બાકી ખડકોની વિશેષતા નરમ સામગ્રીથી બનેલી હતી અને નષ્ટ થવાની હતી. પરંતુ આ અજીબ આકાર ગ્રહના હળવા ગુરૂત્વાકર્ષણને કારણે પણ બની શકે છે. ૧૩ મેએ નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં મિશનના સત્તાવાર બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદન અનુસાર ક્યૂરિયોસિટી રોવર માઉન્ટ શાર્પ (એઓલિસ મોન્સ) નામના ક્ષેત્રમાં કામ કરી રહ્યું હતું, જેને સોલ ૩૪૭૩ અને ૩૪૭૫ પર મિરાડોર બટ્ટેનું ઉપનામ આપવામાં આવ્યું છે. આ તસવીર માસ્ટ કેમેરા કે રોવરના માસ્ટકેમ દ્વારા લેવામાં આવી છે.

Follow Me:

Related Posts