મંત્રીશ્રીની બગસરા સર્વ રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિતિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાળીયાની મુલાકાત લીધી
આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ માટેની કામગીરીનો પ્રારંભ પંચાયત કક્ષાએ થયો છે. આ કામગીરીના પ્રારંભ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે અમરેલી જિલ્લાના બગસરા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પમાં હાજરી આપી હતી.
તેમણે જણાવ્યું કે, આરોગ્ય સુવિધામાં ઉમેરો કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. બગસરા ખાતે આગામી સમયમાં ૧૦ બેડની સુવિધા વધારવામાં આવશે અને ડાયાલિસિસ સેન્ટર પણ શરુ કરવામાં આવશે. આ કામગીરી માટે આરોગ્ય શાખાના અધિકારીઓ તથા સ્થાનિક દાતાશ્રીઓ અને નાગરિકોના સહકારની આવશ્યકતા છે.
આ ઉપરાંત મંત્રીશ્રીએ જાળીયા આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ લીધી હતી. મંત્રીશ્રીએ બગસરા ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કાઢવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, ઉપરાંત લાભાર્થીઓ સાથે રુબરુ મુલાકાત કરી તેમના સાથે સંવાદ કર્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રીશ્રીએ અમરેલી જિલ્લાની મુલાકાત દરમિયાન આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી માટે આરોગ્યતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments