અમરેલી

મંત્રી જાડેજાના હસ્તે રૂ. ૨ કરોડ ૪૦ લાખના ખર્ચે બનનારા બાબરાતાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત

અમરેલી તારીખ ૨૮ ઓગસ્ટ-મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની જનતાની સુવિધા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જેના ભાગરૂપે આજે બાબરા તાલુકા પંચાયતના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.


     રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિથી બાબરા તાલુકા પંચાયતના રૂ. ૨ કરોડ ૪૦ લાખના ખર્ચે બનનારા નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં માળખાકીય સુવિધાઓ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યો સતત હાથ ધરાઇ રહ્યા છે, જેને લોક સમર્થન સાંપડી રહ્યું છે. બાબરા તાલુકાના વતનીઓને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ઉપલબ્ધ થનારા નવા તાલુકા પંચાયત ભવનનો  લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો અને નવું તાલુકા પંચાયતનું ભવન બાબરા તાલુકાના નાગરિકોના જીવનમાં નવી આશા લઈને આવશે, તેવો આશાવાદ ઉચ્ચાર્યો હતો.


     મંત્રીશ્રી જાડેજાએ તાલુકા પંચાયતના નવા ભવનના પરિસરની મુલાકાત લીધી હતી, અને અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનો કર્યા હતા.


     જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાએ આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણ લક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.


     આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ બુટાણી,, જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિશ્રી જલ્પેશભાઈ મોવલીયા, પુર્વ મંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts