મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે ગુરુવારે ભાવનગર જિલ્લાની મુલાકાતે
મોરચંદ ખાતે “કિસાન સુર્યોદય યોજના” તથા ભાવનગર ખાતે શિક્ષક સહાયકોને નિમણૂકપત્ર એનાયત કરવાના કાર્યક્રમમા મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે
તા.૦૭ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ
ગામ ખાતે આવેલ કુમાર શાળામા “કિસાન સુર્યોદય યોજના” દ્વારા રાજ્યના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવા અંગેના કાર્યક્રમમા રાજ્યના કેબિનેટ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, મીઠા ઉદ્યોગ અને ગૌ-સંવર્ધન અને નાગરી ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. આ યોજના થકી ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળશે. જેનાથકી ખેડૂતોને “દિવસે કામ રાત્રે વિશ્રામ”ની નેમ આ યોજના થકી સાકાર થશે. ત્યારબાદ બપોરે ૧૪:૪૫ કલાકેભાવનગર શહેરની સરકારી માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોજાનાર શિક્ષક સહાયકોને નિમણૂક પત્ર એનાયતકરવાના ઓનલાઇન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, રાજ્યમંત્રી પરશોત્તમભાઇ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિતરહેશે.
Recent Comments