મંદિરમાં ભગવાનના દર્શન કરતાં કરતાં જ વેપારી ઢળી પડ્યા ને થયું મોત
વડોદરા શહેરમાં હાર્ટ એટેકની એક હચમચાવી નાખતી ઘટના ઘટી હતી. શહેરમાં વલસાડના બિલ્ડરનું હાર્ટ એટેકથી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતાં કરતાં જ મોત થયું હતું. બિલ્ડરે મંદિરમાં દર્શન કરીને જેવું શીશ ઝૂકાવ્યું કે તુરંત જ હુમલો આવ્યો અને તેઓ ભગવાનના ધામમાં જ ઢળી પડ્યા હતા. હાર્ટ એટેકનો આ લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં બિલ્ડરનું કરૂણ મૃત્યુ કેદ થયું છે.
બનાવની વિગતો એવી છે, વડોદરાના સ્વામીનારાયણ મંદિરમાં હાર્ટએટેકથી મોતની એક ઘટના સામે આવી હતી. વલસાડના બિલ્ડર જયંતી ખેલપ મંદિરમાં દર્શને આવ્યા હતા અને દર્શન કરતી વખતે જ ઢળી પડ્યા હતા. આ ઘટના એક અઠવાડિયા પહેલાંની હોવાનું સામે આવ્યું છે જેના સીસીટીવી સામે આવ્યા છે.
એક તરફ ભગવાન અને બીજી તરફ મૃત્યુ આ બિલ્ડરે શ્રીજીચરણમાં જ શ્રીજીનું શરણ પામતા ભક્તોમાં ચકચાર મચી ગઈ હતી. બિલ્ડરના મોતના પગલે આસપાસ દર્શન કરી રહેલા ભક્તો પણ ગભરાઈ ગયા હતા. જાેકે, બિલ્ડરને પ્રાથમિક સારવાર આપી શકાય તે પહેલાં તેમનું મોત થયું હતું.
જાેકે, આ ઘટનાનો નવીડિયો એક અઠવાડિયા બાદ સોશિયલ મીડિયામાં સામે આવતા ચકચાર મચી ગઈ છે. જાેકે, વડોદરાના ક્યા મંદિરમાં તેમનું નિધન તયું તે અંગે હજુ સત્તાવાર પુષ્ટી થઈ નથી.
Recent Comments