મંદિરમાં સેવા આપવા જતી હતી તરુણીની છેડતી કરતાં યુવકની સુરત પોલીસ ધરપકડ કરી
સુરતમાં યુવતીની છેડતી કરાઈની ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી. તરુણીના પરિવારની ફરિયાદના આધારે કાર્યવાહી કરતા પોલીસે ૨૦૦ કેમેરા તપાસી આરોપીની ધરપકડ કરી.આ ઘટના ની વાત કરીએ તો મંદિરમાં સેવા આપવા જતી હતી તરુણીની છેડતી એક વ્યક્તિએ કરી હતી, એક યુવાને રસ્તામાં બાઈક ખરાબ થઈ ગયુ હોવાનું કહી તરુણીને હેન્ડલ પકડવા કીધું. તરુણીએ હેન્ડલ પકડ્યું હતું
ત્યારે યુવાન તરુણીને અડપલા કરવા લાગ્યો. બાદમાં યુવતીએ ઘરે જઈ યુવાન દ્વારા કરવામાં આવેલી ખરાબ હરકતો વિષે પરિવારને જાણ કરી હતી ત્યારબાદ પરિવારે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.પોલીસ તપાસમાં આરોપીનું નામ સંદીપ હોવાનું સામે આવ્યું. પોલીસે સંદીપની ઓલપાડથી ધરપકડ કરી અને તે અપરિણીત હોવાનું માલૂમ પડ્યું. પોલીસે મંદિર જતી તરુણીની છેડતી કરનાર સંદીપની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં કોલેજ જતી યુવતીઓ અને બાળકીઓની છેલબટાઉ યુવક દ્વારા છેડતી કરવામાં આવી રહી છે. હવે પોલીસ પણ આવા મામલાની નોંધ લેતા કાર્યવાહી હાથ ધરવા લાગી છે.
Recent Comments