મકાનના ભાડાના પૈસાની માંગણી કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઊતારી
શહેરના પાંડેસરા સત્યનારાયણ નગર સોસાયટીમાં રહેતા બેકાર પતિએ ઘર ખર્ચાના અને મકાનના ભાડાના પૈસાની માંગણી કરતી પત્નીને ભર બપોરે ઊંધમાં જ છાતીમાં પગથી લાતો મારી પતાવી નાંખી હતી. અને બારોબાર સાસરીમાં કુદરતી મોત થયું હોવાની સ્ટોરી ઉપજાવી બારોબાર અગ્ની સંસ્કાર કરવા માંગતો હતો પરંતુ શબવાહિનીના ચાલકે ડેથ સર્ટી માંગતા મામલો બહાર આવ્યો હતો. પોલીસે પરિણીતાના પિતાની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને અટકમાં લઈ કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરા સત્યનારાયણ નગર સોસાયટીમાં રહેતા વિજય આનંદા પાટીલે બાર વર્ષ પહેલા તેની સાથે મજુરી કામ કરતા સાહેબરાવ ભાવરાવ પાટીલ (રહે, સાંઈબાબા નગર સોસાયટી ડિંડોલી)ની દીકરી કવિતા સાથે લગ્નકર્યા હતા. વિજય ભાડાના મકાનમાં રહેતો હતો. છેલ્લા કેટલાક મહિનાથી વિજય કોઈ કામધંધો કરતો ન હતો.
બીજી બાજુ તેની પત્ની કવિતા ઘર ખર્ચા માટે અને મકાનના ભાડાના પૈસાની માંગણી કરતી હતી. તેને લઈને બંને વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. દરમિયાન ગત તારીખ ૩૧મીના રોજ કવિતા બપોરના સુતેલી હતી ત્યારે વિજય તેને ઉંધમાં છાતીના ભાગે ચારથી પાંચ લાતો મારી પતાવી નાંખી હતી. ત્યારબાદ રૂમને બહારથી તાળુ મારી નાસી નિકળી ગયો હતો.
રાત્રે પરત ઘર આવી ધાબા ઉપર ઉંધવા ગયો હતો. વિજય પત્ની કવિતાની લાશનો બારોબાર અગ્નીસંસ્કાર કરવા માંગતો હતો એટલે તેણે બીજા દિવસે એટલે ૧લી મે નારોજ તેના સાસરીમાં જઈ કવિતા ચાર પાંચ દિવસથી કંઈ ખાતી ન હોવાથી તેનું કુદરતી મોત થયું હોવાની વાર્તા ઉપજાવી હત.અને સાસરીયાઓએ તેની વાતનો વિશ્વાસ પણ કર્યો હતો.
અને તેની સાથે ઘરે આવ્યા હતા. વિજય પહેલાથી જ શબવાહિની પણ બોલાવી લીધી હતી પરંતુ શબવાહિની ચાલકે ડેથ સર્ટીની માંગ્યું હતું ક્યાંતો પોલીસને બોલાવા કહ્નાં હતું જેથી વિજયના સાળાએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને કવિતાની લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.
Recent Comments