મક્તુપુરના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી પૈસા માંગનારા ૩ ઝડપાયા
ઊંઝા તાલુકાના મક્તુપુરના વતની અને સિદ્ધપુર રહેતાં ૫૦ વર્ષીય શિક્ષકને અજાણી યુવતીને પોતાની કારમાં લિફ્ટ આપવી ભારે પડી છે. યુવતીએ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવી પાંચ લાખની માગણી કરનાર ત્રણ શખ્સો શિક્ષકની સમય સૂચકતાથી ઝડપાઈ ગયા હતા. જ્યારે નાસી છૂટેલી યુવતી અને અન્ય શખ્સને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સિદ્ધપુરની ભાઈકાટા સોસાયટીમાં રહેતા મૂળ ઊંઝા તાલુકાના મક્તુપુરના વતની ૫૦ વર્ષીય શૈલેષભાઈ રેવાભાઇ પટેલ વડગામ તાલુકાના માનપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. દરમિયાન ગત ૨૨ ઓગસ્ટના રોજ શૈલેષભાઈ પોતાની કારમાં મક્તુપુરથી સિદ્ધપુર ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે બ્રાહ્મણવાડા બસ સ્ટેશન પાસે ૩૨ વર્ષની અજાણી યુવતીએ હાથથી ઈશારો કરતા તેમને પોતાની ગાડી ઉભી રાખતા યુવતીએ મારે બિંદુ સરોવર બસ સ્ટેશન સુધી જવાનું કહેતાં શૈલેષભાઈએ તેણીને પોતાની ગાડીમાં લિફ્ટ આપી હતી. બિંદુ સરોવર બસ સ્ટેશન આવતા યુવતીએ ગાડીમાંથી ઉતરતી વખતે શૈલેષભાઈને હું બ્યુટી પાર્લરનું કામ કરું છું તમારા ઘરે કે કોઈને કામ હોય તો કહેજાેનું કહી નંબર લીધો હતો. ત્યારબાદ યુવતીએ તેમને ફોન કરીને હું કોમલ દવે બોલું છું અને ઊંઝાના ઉપેરા ખાતે રહું છું. બ્યુટી પાર્લરનું કંઈ કામકાજ હોય તો કહેજાેનું કહી વાતચીત કરી હતી.
ત્યારબાદ કોમલ શૈલેષભાઈ સાથે અવારનવાર વોટ્સએપ કોલ થી વાતચીત કરતી હતી અને ૩૦ ઓગસ્ટના રોજ કોમલે આવતીકાલે આપણે નજીકમાં ક્યાંક ચા પાણી કરવા જઈશું તમે મને સિધ્ધપુર ખળી ચાર રસ્તા લેવા આવજાેનું કહી શૈલેષભાઈ ત્યાં પહોંચતા પહેલેથી ત્યાં ઉભી રહેલ કાજલ તેમની ગાડીમાં બેસી ગઈ હતી અને ગાડી ચલાવવાનું કહીને ઊંઝા હાઈવે પર દવાડા પાટિયા પાસે ઉભી રખાવી હતી.
Recent Comments