fbpx
સૌરાષ્ટ - કચ્છ

મગફળીના ૯૦૦થી ૧૦૫૦ સુધીના ભાવ બોલાયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં રેકોર્ડ ૧.૫૦ લાખ ગુણી મગફળીની આવક

રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ છે. બેડી યાર્ડમાં અત્યારે મગફળીની ૧.૫૦ લાખ ગુણીની આવક થઈ છે. ગઈકાલથી જ બેડી માર્કેટ યાર્ડ બહાર ૨ કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. આજે માર્કેટ યાર્ડમાં મગફળીના ૯૦૦થી ૧૦૫૦ સુધી ભાવ બોલાયા હતાં. ખેડૂત આંદોલનના પગલે આવતીકાલે રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રહેશે. યાર્ડના દલાલ મંડળ દ્વારા આવતીકાલે ભારત બંધને લઈને યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડ બંધમાં જાેડાઈ તેવી શક્યતા છે.
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજથી મગફળીની હરાજી શરૂ થઈ ગઈ છે. લાભ પાંચમ બાદ બીજી વખત મગફળીની મબલક આવક થઈ છે. જેથી આજે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વહેંચવા માટે ઉમટી પડ્યાં છે. યાર્ડ બહાર ૨ કિલોમીટર જેટલી લાંબી લાઈનો જાેવા મળી હતી. ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં સારા ભાવ મળતા હોવાથી મગફળીની બમ્પર આવક થઈ છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં ૨૦ કિલો મગફળીનો ભાવ ૯૦૦થી ૧૦૫૦ સુધી બોલાય રહ્યાં છે. ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેના કરતા સારા ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યાં છે. ટેકાના ભાવે મગફળી વેચવામાં આવે તો એક કે બે મહિને ખેડૂતોને પૈસા મળે છે. જ્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓ તુરંત જ ખેડૂતોને પૈસા આપી દે છે. આથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં મગફળી વેચવાનું વધારે પસંદ કરે છે.

Follow Me:

Related Posts