મગ બનાવતી વખતે એમાં નાંખો બાફેલું બટાકું, પછી કરો આ પ્રોસેસ, જાણો આ નવી વાનગી વિશે

મગ ચલાવે પગ…આજે અમે તમને મગનું એવું શાક બનાવતા શીખવાડું જે ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને લોકો તમારા વખાણ કરતા થઇ જશે. મગમાં સારા એવા પ્રમાણમા એમિનો એસિડ હોય છે જે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે. તો જાણી લો તમે પણ નવી રીતનું ટેસ્ટી-ટેસ્ટી આ મગનું શાક કેવી રીતે બનાવશો ઘરે…
સામગ્રી
1 વાટકી મગ
1 બટાકું
લીલું લસણ
લીલી ડુંગળી
સૂકી ડુંગળી
મીઠો લીમડો
કોથમીર
જીરું
બનાવવાની રીત
- ટેસ્ટી-ટેસ્ટી મગનું શાક બનાવવા માટે સૌથી પહેલા મગને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો.
- ત્યારબાદ મગને બે પાણીથી ધોઇ લો.
- હવે આ મગ કુકરમાં બાફવા મુકો એની સાથે એક બટાકાના કટકા કરીને એ પણ સાથે બાફી લો.
- ત્યારબાદ લીલી ડુંગળી, લીલું લસણ અને સુકી ડુંગળી એમ બધુ ઝીણું સમારી લો.
- મગ બરાબર બફાઇ ગયા કે નહિં એ ચેક કરી લો. જો મગ થોડા કાચા લાગે તો ફરી કુકરમાં બે સીટી વગાડો અને થવા દો.
- મગ બફાઇ જાય એટલે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.
- હવે જીરું તતડાવો અને પછી હિંગ નાંખો.
- ત્યારબાદ લીલું લસણ અને મીઠો લીમડો એડ કરો.
- આ બધુ નાંખી દીધા પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાંખો.
- આ બધી જ સામગ્રી સરખી રીતે સંતળાઇ જાય એટલે એમાં અડધો કપ પાણી ઉમેરો.
- પાણી ઉમેર્યા બાદ સ્વાદાનુંસાર મીઠુ, હળદર અને લાલ મરચું નાંખો.
- હવે બાફેલા મગ અને બટાકા મિક્સ કરીને 5 મિનિટ થવા દો.
- મગમાં લીંબુનો રસ નાંખો.
તો તૈયાર છે ટેસ્ટી-ટેસ્ટી નવી રીતના મગ
Recent Comments