વિધાનસભાની ચૂંટણી માટે સુરત જિલ્લાના બારડોલીમાં મતદાન પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે. ત્યારે પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો અને યુવતીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. મઢી ગામની એક યુવતીનો આજે જન્મ દિવસ પણ હોય અને તેણીએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. બીજી તરફ બારડોલી નગરમાં રહેતા કિન્નર સમાજના ૨૫ જેટલા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સુરત જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર સવારથી મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ છે. જાેકે સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું અને મહુવા વિધાન સભામાં આવતું મઢી ગામે એક યુવતી માટે અનોખો સૈયોગ જાેવા મળ્યો હતો.
મઢી ગામના વ્યાપારી અગ્રણી સ્નેહલ શાહની પુત્રી રીતી સ્નેહલ શાહે પ્રથમ વખત મતદાન કર્યું હતું. જાેકે આજે એક બાજુ લોકશાહીનો મહાપર્વ મતદાન પણ હોય સાથે સાથે રીતીનો જન્મ દિવસ પણ હતો. જેથી રીતીએ તેમના પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કર્યું હતું અને સૌને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. બીજી તરફ બારડોલીના નવદુર્ગા સોસાયટીમાં રહેતા કિન્નર સમાજના ૨૫ જેટલા કિન્નરોએ પણ જે.એમ.પટેલ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. સાથે તમામને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
Recent Comments