મણિપુરના નોની જિલ્લાના કોબુરુ રિજમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષાદળને મળેલા ઇનપુટના આધારે, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે ગઈકાલે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ભાંગફોડના ષડયંત્રનો પર્દાફાશ કરાયો છે. સંયુક્ત ઓપરેશનમાં છદ્ભ ૫૬ રાઈફલ, સિંગલ બેરલ ગન, દારૂગોળો, છ ગ્રેનેડ સહીતના હથિયારો મળી આવ્યા હતા. આસામ રાઈફલ્સે, મણિપુર પોલીસ સાથે હાથ ધરેલા સંયુક્ત સર્ચ ઓપરેશનમાં મોટો હુમલો કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. મણિપુરના નોની જિલ્લાના કોબુરુ રિજમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષા દળોને મળેલા ઇનપુટના આધારે, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે ગઈકાલે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ભાંગફોડનું કાવત્રુ પકડાઈ ગયું છે. સંયુક્ત સર્ચ ઓપરેશનમાં એકે ૫૬ રાઈફલ, સિંગલ બેરલ ગન, દારૂગોળો, છ ગ્રેનેડ અને ધાતક હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.. અગાઉ ગત ૬ ડિસેમ્બરે પણ,
આસામ રાઈફલ્સે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈન્ડિયન રિઝર્વ બટાલિયન અને ચુરાચંદપુર પોલીસ સાથે હાથ ધરેલા સંયુક્ત સર્ચ ઓપરેશનમાં ચુરાચંદપુર જિલ્લાના ડી હાઓલેનજાંગ ગામની સીમમાંથી શસ્ત્રો અને યુદ્ધમાં વપરાતી શસ્ત્ર સામગ્રી જપ્ત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને જાતિગત હિંસામાં નષ્ટ થયેલા ધાર્મિક સ્થળોને પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિને વિગતો આપવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ગત ૩ મેના રોજ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર (છ્જીેંસ્)ની રેલી બાદ મણિપુરમાં કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચે જાતિગત હિંસા ફાટી નીકળી હતી. રાજ્ય સરકારના અનેક પ્રયાસો છતા, મણિપુરમાં હિંસા અને રમખાણો ચાલુ રહેતાં અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હોવાથી, કેન્દ્રને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરવા પડ્યા હતા. મણિપુર રાજ્યમાં અફવા ના ફેલાય તે માટે કેટલાક સમય સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી.
Recent Comments