fbpx
અમરેલી

મણિપુરના બાળકો માટે મદદરૂપ થવા માટે વિનંતી.

વસ્તી અને વિસ્તારમાં નાનકડું એવું મણીપુર રાજ્ય આજકાલ ભારે સંકટમાં છે. બે જાતિઓ વચ્ચે ની હિસાના કારણે બાળકો, વૃદ્ધો, અને સ્ત્રીઓ છાવણીઓમાં આશરો લઈને જેમ તેમ જીવી રહ્યાં છે… ત્યારે ગુજરાતથી વિશ્વગ્રામ સંસ્થા ની રાહબરી હેઠળ આપણા કાર્યકર મિત્રો મણીપુર રૂબરૂ જઈ આવ્યા.ત્યાંની પરિસ્થિતિ જાણી બાળકો માટે કશુંક કરવા મથી રહ્યાં છે…

ભાવનગર થી સંવેદના ધરાવતા નાગરિકો મણીપુરના બાળકોને ઉપયોગી થાય તેવી પ્રાર્થના છે.. શિશુવિહાર સંસ્થા અને સમન્વય દ્વારા મણિપુરના બાળકોને રમવા માટે ૧૦૦ જેટલી કીટ ભેગી કરવાનો સંકલ્પ થયોછે. ત્યારે એક કબીલાના બાળકો દીઠ એક સ્પોર્ટ્સ કીટના રૂ ૧૦.૦૦૦ નો સહયોગ આપી મણિપુરના અસહાય બાળકોને મદદ કરવા અપીલ કરીએ છીએ…..

વિશ્વગ્રામ વતી શિશુવિહાર સંસ્થામાં આ કાર્ય નું સંકલન થતું હોય આપ સ્પોર્ટ્સ કીટ માટે ₹૧૦.૦૦૦ નું દાન આપો તેવી વિનંતી છે નામ : શિશુવિહાર, SBI નેટબેંકિંગ અકાઉન્ટ નંબર :- ૩૨૮૯૯૧૭૩૯૮૨, IFS CODE :- SBIN0060009 (વધુ માહિતી માટે સંપર્ક. ૯૮૯૮૪૬૩૪૮૯.૯૪૨૭૭૪૮૭૬૦. દાતાઓ ને 80/g નીચે હેઠળ ટેક્સ એકઝામશન મળી શકશે)

Follow Me:

Related Posts