મણિપુરમાં જેડીયૂના પાંચ ધારાસભ્યો ભાજપમાં સામેલ થતા નીતિશ કુમારને લાગ્યો ઝટકો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયૂને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. મણિપુર વિધાનસભાના સચિવ કે મેધસિંહ જીત દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે મણિપુરમાં જેડીયૂના પાંચ ધારાસભ્યો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. જેડીયૂએ આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છ સીટો પર જીત મેળવી હતી. મણિપુર વિધાનસભાના સચિવ કે મેધજીત સિંહ દ્વારા જાહેર નિવેદન પ્રમાણે અધ્યક્ષે બંધારણની દસમી સૂચી હેઠળ જેડીયૂના પાંચ ધારાસભ્યોના ભાજપમાં વિલયને સ્વીકાર કરતા પ્રસન્નતા વ્યક્ત કરી છે. ભાજપમાં સામેલ થનારા જેડીયૂ ધારાસભ્યોમાં કેએચ જાેયકિશન, એન સનાતે, મોહમ્મદ અછબઉદ્દીન, ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એ એમ ખાઉટે અને થાંગજામ અરૂણ કુમાર સામેલ છે. એ એમ ખાઉટે અને થાંગજામ અરૂણ કુમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસે ટિકિટની માંગ કરી હતી પરંતુ તેમાં સફળતા ન મળતા બંને જેડીયૂમાં સામેલ થઈ ગયા હતા.
Recent Comments