મણિપુરમાં પોલીસ અને આસામ રાઈફલ્સ વચ્ચે સંઘર્ષ વધ્યો
મણિપુરમાં ૩ મેના રોજ શરૂ થયેલી જાતિય હિંસા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મંગળવારે મણિપુરના કાંગપોકપીમાં હિંસામાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે રાજ્યમાં ઓછામાં ઓછા ૫૦ લોકો ઘાયલ થયા હતા. મણિપુરમાં હિંસાનું મુખ્ય કારણ મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને માનવામાં આવે છે, જ્યારે મણિપુર પોલીસ અને આસામ રાઇફલ્સ વચ્ચેના સંઘર્ષના સ્વરૂપમાં શાંતિના પ્રયાસો માટે મોટો ખતરો જાેવા મળી રહ્યો છે.
મણિપુર પોલીસે આસામ રાઈફલ્સ પર ચુરાચંદપુરને અડીને આવેલા બિષ્ણુપુરમાં તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલા શાંતિ અભિયાનમાં અવરોધ કરવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, મણિપુર પોલીસે ૯મી આસામ રાઈફલ્સ વિરૂદ્ધ સુઓમોટો કેસ નોંધ્યો છે, જેમાં તેમના પર ૫ ઓગસ્ટના રોજ રોડ બ્લોક કરવાનો અને પોલીસને તેમની ફરજ બજાવવાથી રોકવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આસામ રાઈફલ્સ દ્વારા ઓપરેશનમાં અવરોધને કારણે કુકી આતંકવાદીઓને ભાગવામાં મદદ મળી હતી અને મેઇતેઈ સમુદાયના ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન સેનાએ ટિ્વટર પર આ મામલે પ્રતિક્રિયા આપી છે. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે કેટલાક બેકાબૂ તત્વો કેન્દ્રીય સુરક્ષા દળોની ભૂમિકા અને ઈરાદાઓ પર હુમલો કરી રહ્યા છે અને તેમના પ્રયાસોને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ૩ મેથી આસામ રાઈફલ્સ મણિપુરમાં લોકોના જીવ બચાવવા અને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સતત કામ કરી રહી છે.
મણિપુરમાં હિંસા કેમ ફાટી નીકળી?.. જે વિષે જણાવી દઈએ કે મણિપુરમાં જ્ઞાતિની હિંસા ત્યારે ફાટી નીકળી જ્યારે હાઈકોર્ટે રાજ્યના મુખ્ય વંશીય સમૂહ મૈતેઈને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો. આ પછી, કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ. ત્યારથી, મણિપુરમાં હિંસા, મહિલાઓ સામે જાતીય સતામણી અને પોલીસ શસ્ત્રાગારની લૂંટ જેવી ઘટનાઓ બની છે. મણિપુરની તાજેતરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ કહ્યું કે જાે પોલીસ અને અર્ધલશ્કરી દળો વચ્ચે સંઘર્ષ આમ જ ચાલુ રહેશે તો રાજ્યમાં શાંતિની અપેક્ષા રાખી શકાય નહીં. મણિપુર પોલીસ આસામ રાઈફલ્સથી કેમ નારાજ છે?… આ વિષે જે જણાવીએ, આસામ રાઈફલ્સના કર્નલ (નિવૃત્ત) શાંતિ કુમાર સપમે કહ્યું કે, મણિપુર પોલીસ ૯મી આસામ રાઈફલ્સથી નારાજ હોવાના ઘણા કારણો છે. આસામ રાઈફલ્સ સરહદોને સુરક્ષિત રાખવા માટે જવાબદાર છે, પરંતુ મ્યાનમારથી મણિપુર અને મિઝોરમ સુધી આતંકવાદીઓની આસાનીથી હિલચાલ એ પુરાવો છે કે આસામ રાઈફલ્સ સરહદોને સુરક્ષિત કરવામાં નિષ્ફળ ગઈ છે. જ્યારે મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસક અથડામણો ફાટી નીકળી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી. તે સમયે, આસામ રાઈફલ્સે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પગલાં લેવા જાેઈએ, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા.
Recent Comments